Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

પ્રેમસંબંધમાં પ્રેમીને આપેલ ૬૭ તોલા સોનુ અને સાડા ચાર કિલો ચાંદી પરત માંગતાં પ્રેમીએ બ્‍લેકમેલ કરતાં જિંદગી ટૂંકાવી હતી

પાટણમાં બે બાળકોની માતા આપઘાતમાં ઘટસ્‍ફોટ : અશ્‍લીલ ફોટા વાયરલ કરી બદનામ કરવાની ધમકી આપતાં પ્રેમીની બેવફાઇથી ત્રાસી સિધ્‍ધિ સરોવરમાં મોતની છલાંગ લગાવી હતી

(જયંતીભાઇ ઠકકર દ્વારા) પાટણ તા. ર૦ :.. પાટણની દેવનગરી સોસાયટીમાં રહેતી બે બાળકોની માતા દીક્ષીતાબેન જીજ્ઞેશકુમાર ઘીવાળા મોદીએ ગત રોજ સિધ્‍ધિ સરોવરમાં ઝંપલાવી મોતને વહાલું કર્યુ હતું. જે મામલે પરણીતાના પતિ ઘી વાળા જીજ્ઞેશકુમાર દિનેશ કુમારે મહિલાનો પ્રેમી ઠકકર મહેશભાઇ રમેશભાઇ હાલ રહે. પાટણ રળિયાત નગર મુળ રહે સોઢવ તાલુકો હારીજ વાળા સામે પાટણ એ ડીવીઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી ઘટસ્‍ફોટ કર્યો છે કે પત્‍ની  દિક્ષિતા સાથે ઠકકર મહેશે ઇન્‍સ્‍ટાગ્રામથી મિત્રતા કેળવી હતી અને અવારનવાર વાતચીત કરતો હતો દરમ્‍યાન પરણીતા જીમમાં રોજ કસરતા કરવા જતા ત્‍યાં રૂબરૂ મળી વિશ્વાસ કેળવ્‍યો હતો અને જણાવેલ કે પોતાનો અમદાવાદમાં બિઝનેશ ચાલે છે. જેમાં ઘણા પૈસા રોકાયેલા છે માટે એક મહિનાના વાયદે પાંચ લાખ રૂપિયાની જરૂર છે. આથી પરણી જાય તેને આશરે ૬૭ તોલા સોનું અને સાડાચાર કિલો ચાંદીના ઘરેણા આપ્‍યા હતાં. સમય જતા તે પરત માંગતા અવારનવાર વાયદા કરી ગેસ્‍ટ હાઉસમાં બોલાવી શરીર સંબંધ બાંધી બિભસ્‍ત ફોટા પાડયા હતાં. જે વાયરલ કરી બદનામ કરવાનો ભય બતાવી માનસીક ત્રાસ આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

પ્રેમીની આ બેવફાઇથી ત્રસ્‍ત બની તેણીએ અંતે સિધ્‍ધિ સરોવારમાં ઝંપલાવી મોતને વહાલું કર્યુ હોવાની હકિકત પ્રકાશમાં આવતા ભારે ચકચાર મચી છે.

આ ગુનાની તપાસ કરનાર પાટણ એ ડીવીઝન પી. આઇ. આર. એમ. પરમાર સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્‍યું હતું કે મૃતક મહિલાના પતિની ફરીયાદને આધારે પોલીસે  ફરાર પ્રેમી મહેશ ઠકકરને પકડવા માટે અલગ - અલગ ટીમો બનાવી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

મૃતક મહિલાના પતિ જીજ્ઞેશ ઘીવાળાએ જણાવ્‍યું હતું અમારા ઘરે સામાજિક પ્રસંગ વખતે દાગીના નહીં મળતા ઘરના તમામ સભ્‍યોને પુછતા પત્‍ની દિક્ષિતાએ આ દાગીના મહેશ ઠકકરને આપ્‍યા હોવાની જાણ કરી હતી. અને મહેશ ઠકકરે આ સોના-ચાંદીના દાગીના પાટણના એક સોની વેપારીને આપ્‍યા હોવાની જાણ થતા જીજ્ઞેશ ઘીવાળાએ ચાર દિવસ અગાઉ પાટણ એ ડીવીઝન પોલીસ મથકે જાણ કરી હતી. જે અનુસંધાને પોલીસે કેટલાક દાગીના કબ્‍જે લીધા હતા અને ૧૬ તોલા દાગીના રિકવર કર્યા હોવાનું પોલીસ સ્‍ટેશનમાંથી જણાવાયું છે પોલીસે પાંત્રીસ તોલા દાગીના રિકવર કર્યા છે તો પોલીસ દ્વારા બાકીના સોનાના દાગીના અમોને પરત કરી પ્રેમી મહેશ ઠકકરને ઝડપી લઇ મૃતક મહિલાને ન્‍યાય આપવામાં આવે તેવી માંગ કરી છે.

(3:50 pm IST)