Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

પાટણમાં કારમાં આગ ભભુકી

(જયંતીભાઇ કક્કડ દ્વારા) પાટણ,તા. ૨૦: પાટણ શહેર અને હાઇવે માર્ગો પર ગેસ કીટની ગાડીઓ સળગવાનો સિલસિલો યથાવત રહેવા પામ્‍યો છે. ત્‍યારે સોમવારની સવારે પાટણ શહેરમાં આવેલ રેલવે બ્રિજ પાસે દિવ્‍ય આશિષ સોસાયટીની બાજુમાં આવેલ એક ગેરેજની આગળ પાર્ક કરેલી કારમાં ધડાકા ભેર ગાડીમાં આકસ્‍મિક આગ ભભૂકી ઉઠતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. બનાવના પગલે આ માર્ગ પરથી પસાર થતા વાહનોની લાંબી લાઈનો લાગી જવા પામી હતી. જોકે કાર માં લાગેલી આગને ભમ ભમ સળગતી જોઈને લોકોના ટોળેટોળા ઘટના સ્‍થળે ઉમટી પડ્‍યા હતા અને કારમાં લાગેલી આગને ઓલવવાનો પ્રયાસ કરી પાલિકાના ફાયર ફાઈટરને જાણ કરવામાં આવી હતી.

(3:51 pm IST)