Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

મોરબી પાટીદારધામ દ્વારા ત્રિવિધ સન્માન સમારંભ યોજાયો.

મોરબીના પાટીદાર સમાજના વિદ્યાર્થીઓ માટે જીપીએસસી તેમજ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે ચાલતા પાટીદારધામ મોરબી દ્વારા ત્રિવિધ સન્માન સમારંભ સમારોહ પટેલ સમાજ વાડી શકત શનાળા ખાતે યોજાયો હતો.

આ સન્માન સમારોહમાં ધોરણ 10 અને 12ના અને જીપીએસસીમાં ઉત્તીર્ણ થયેલા તેજસ્વી તારલાઓનું સન્માન, તેમજ પાટીદાર સમાજના સેવાકીય ટ્રસ્ટોના સેવકોનું અને દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ સમાજના અગ્રણીઓ દ્વારા સમાજ અને વિદ્યાર્થીઓના ઉત્થાન અને જીપીએસસી, આઈએએસ જેવી પરીક્ષાઓમાં વધુમાં વધુ જોડાઈને સરકારના બ્યુરોક્રેસીમાં સામેલ થવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને મોરબીના તમામ પાટીદાર સંસ્થાના પ્રમુખ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ પાટીદાર ધામના પ્રમુખ કિરીટભાઈ દેકાવડીયા દ્વારા પાટીદારધામની પ્રવૃતિથી માહિતગાર કરવામાં આવ્યા હતા. આ તકે કાંતિભાઈ અમૃતિયાએ પ્રાસંગિક પ્રવચનમાં સંસ્થાની ઉમદા કામગીરીને બિરદાવી હતી અને વિદ્યાર્થીઓને પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમની આભાર વિધિ ટ્રસ્ટી અશોકભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી.
કાર્યક્રમનું વ્યવસ્થાપન કરવામાં સોનલબેન, કિંજલબેન, જયભાઈ, કેવલભાઈ, ઉત્તમભાઈ સચિનભાઈ, સર્વેશભાઈ, પાર્થિભાઈ, હિરેનભાઈ વગેરેએ ખૂબ જહેમત ઊઠાવી હતી. સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન દિનેશભાઈ વડસોલા (અધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ) દ્વારા કરવામાં આવ્યું હતું.

 

(11:22 pm IST)