Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

મોરબી સિરામિક ઉદ્યોગની પાવર કોસ્ટ નીચી લાવવા માટેના સોલાર પ્રોજેક્ટને NOC ઈશ્યુ કરાયું.

મોરબી સિરામિક ઉદ્યોગમાં વપરાતી વીજળી ચીનની સરખામણીએ મોંઘી હોય જેથી હરીફાઈમાં તાકવું મુશ્કેલ બની રહેતું હતું જેથી અમરેલી જીલ્લામાં વિંગમિલ અને સોલાર પ્રોજકેટ શરુ કરવાનું આયોજન કરાયું હોય જેનું NOC મળવામાં મુશ્કેલી ઉભી થતા સાંસદ મોહન કુંડારિયાએ પ્રયત્નો કરીને એનઓસી અપાવ્યું છે જેથી સિરામિક ઉદ્યોગે સાંસદનો આભાર વ્યક્ત કર્યો છે

  સિરામિક એસોના પ્રમુખ મુકેશભાઈ કુંડારિયા પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ સિરામિક ઉદ્યોગમાં વીજળીનો વપરાશ મોટા પ્રમાણમાં થતો હોય છે અને મોરબીના સિરામિક ઉદ્યોગની સીધી હરીફાઈ ચીનની ટાઈલ્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે છે જોકે ચીનમાં વીજળીનો દર ખુબ નીચો છે જેથી હરીફાઈમાં ટકી રહેવા માટે સિરામિક ઉદ્યોગકારોને તેની પ્રોડક્શન કોસ્ટ નીચી લાવવી જરૂરી હોય જેથી મોરબી સિરામિકની ૧૬ કંપનીઓએ અમરેલી જીલ્લામાં વિંગમિલ સ્થાપવા તેમજ સોલાર પ્રોજેક્ટ સ્થાપવા તૈયારીઓ કરી હતી અને પ્રોજેક્ટમાં આગળ વધ્યા હતા પરંતુ ફોરેસ્ટ ડીપાર્ટમેન્ટનું એનઓસી લેવાનું હોય જેના માટે બે ત્રણ મહિનાથી પ્રયત્ન કરવા છતાં એનઓસી મળતું ના હતું
જેથી સિરામિક એસો દ્વારા સાંસદ મોહનભાઈ કુંડારિયાને રજૂઆત કરવામાં આવી હતી જેથી મોહનભાઈ કુંડારિયાએ ફોરેસ્ટ વિભાગને ફોન કરીને તુરંત એનઓસી બાબતે સ્પષ્ટ સુચના આપતા NOC ઈશ્યુ કરવામાં આવ્યું છે જેથી સિરામિક એસો દ્વારા સાંસદનો આભાર વ્યક્ત કરવમાં આવ્યો છે આ પ્રોજેક્ટથી સિરામિક ઉદ્યોગકારો વીજળીનો કોસ્ટ બચાવી પ્રોડક્શન કોસ્ટ નીચો લાવી શકશે જે ચીન સામેની હરીફાઈમાં ફાયદારૂપ સાબિત થશે

 

(11:24 pm IST)