Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના( વોટર શેડ કમ્પોનન્ટ) અંતર્ગત જિલ્લા જળસ્ત્રાવ વિકાસ એકમ ભુજ કચ્છ દ્રારા પ્રેરણા પ્રવાસની લીલી ઝંડી આપતા જિલ્લા પંચાયત પ્રમુખ પારુલબેન કારા

ભુજ :પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના વોટરસાઇડ કમ્પોનન્ટ Wdc અંતર્ગત ગ્રામ જળસ્ત્રાવ સમિતિ, સ્વ સમિતિ જુથો ખેડુતો માટે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારુલબેન કારા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ભવ્ય વર્મા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જી.કે. રાઠોડ દ્વારા પ્રેરણા પ્રવાસની બસોને લીલી ઝંડી અપાઇ

પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના અંતર્ગત કચ્છ જિલ્લામાં Wdc.2.0 ના પાંચ પ્રોજેક્ટ મંજુર થયેલ છે જેમાં પાણી બચાવવા, જમીન સુધારણા, જંગલના વિકાસ તેમજ લોકોને રોજગારી મળે તેવા કાર્યો કરવામાં આવનાર છે.

ત્યારે પ્રોજેક્ટ વિસ્તારના લોકોને પ્રોજેક્ટ ની માહિતી મળે અને અન્ય જિલ્લામાં જળસ્ત્રાવને લગતા થયેલ કાર્યો કૃષિ યુનિવર્સિટીથી થયેલ ખેત સુધારણા કામો ને નીહાળી પોતાના ગામોમાં તેવા જ કામો થાય તે માટે પ્રેરણા પ્રવાસનું આયોજન જિલ્લા જળસ્ત્રાવ એકમ ભુજ કચ્છ દ્રારા કરવામાં આવેલ જેમાં કુલ ચાર દિવસના પ્રવાસ દરમિયાન સુરેન્દ્રનગર, બોટાદ અને રાજકોટ એમ ત્રણ જિલ્લામાં થયેલ કામો જેવા કે ચેકડેમ, તળાવ, જમીન સુધારણા, ડ્રીપ એરીગેશન, નદી પુન;જીવંતના કામો સ્વ સહાય જૂથ, ખેડૂત પ્રોડક્શન કંપનીની મુલાકાત કરવામાં આવશે. 

કચ્છના દુર્ગમ વિસ્તારમાં રહેતી બહેનોને પોતાના ગામની બહાર ગયેલ નથી તેવી બહેનોની અન્ય જિલ્લામાં સ્વ સહાય જૂથ, બહેનો ને મળીને તેઓ પ્રેરણા મેળવે તેવા ઉદ્દેશ્યો સાથે આ પ્રેરણા પ્રવાસ નું આયોજન કરવામાં આવી રહ્યું છે. પ્રવાસ દરમિયાન ચા નાસ્તો બે ટાઈમનું ભોજન અને રહેવા જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે 

લકઝરી બસોમાં આજે લખપત તાલુકાના નરેડો, મોરી ગામ નખત્રાણા તાલુકાના લીફરી, કોટડા અને થેરવાડાના કુલ 272 મહિલાઓ અને ખેડૂતોએ પ્રેરણા પ્રવાસનું પ્રસ્થાન કર્યું હતું 

પ્રેરણા પ્રવાસનું આયોજન અને વ્યવસ્થા MDT.CM બાબુભાઈ જોગેલ દ્વારા કરવામાં આવ્યું હતું

આ તકે વોટર શેડના ટેકનિકલ એક્સપર્ટ ઇમદાદ બાંગ, MDTએન્જિનિયર મહેશ પટેલ, MDT એકાઉન્ટ સુનિલ મકવાણા અને સ્ટાફના તમામ કર્મચારીઓ હાજર રહ્યા હતા

(12:31 am IST)