Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

અમદાવાદના નાયબ પોલીસ મહાનિરીક્ષકે મોરબી સબ જેલની મુલાકાત લીધી.

વાર્ષિક ઇન્સ્પેકશનના રીડીંગ, જેલની શિસ્ત અને સલામતી અંગે ચર્ચા કરી: કેદીઓ સાથે સંવાદ કર્યો

મોરબી : જેલ અને સુધારાત્મક વહીવટની કચેરી જેલ ભવન અમદાવાદના નાયબ પોલીસ મહાનિરીક્ષક અશ્વિન ચૌહાણે મોરબી સબ જેલની મુલાકાત લીધી હતી

જેઓએ તેમની મુલાકાત દરમિયાન વાર્ષિક ઇન્સ્પેકશનના રીડીંગ, જેલની શિસ્ત અને સલામતી અંગે ચર્ચા કરી હતી તેમજ કેદીઓ સાથે સંવાદ કરવામાં આવ્યો હતો જે પ્રસંગે જીલ્લા એસપી અને સબ જેલના નિરીક્ષક પણ ઉપસ્થિત રહ્યા હતા.

(12:39 am IST)