Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા વન મેન શો યોજના અંતર્ગત ગૌરવ પુરસ્કૃત ચિત્રકાર નવિન સોનીની કૃતિઓનું પ્રદર્શન યોજાશે

આગામી ૩ થી ૫ માર્ચ, ૨૦૨૩ દરમિયાન લાયન્સ હોલ, ગાંધીધામ-કચ્છ ખાતે પ્રદર્શનનું આયોજન

ભુજ : રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા પ્રતિવર્ષ વન મેન શો યોજના અંતર્ગત ગૌરવ પુરસ્કૃત કલાકાર માટે એક ખાસ પ્રદર્શનનું આયોજન કરવામાં આવે છે, તેમ ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમીની અખબારી યાદીમાં જણાવાયું છે.

ચાલુ નાણાકીય વર્ષે આ યોજના અંતર્ગત ગુજરાતના નામાંકિત ગૌરવ પુરસ્કૃત ચિત્રકાર  નવિન સોનીની કૃતિઓનું પ્રદર્શનનું લાયન્સ હોલ, ગાંધીધામ-કચ્છ ખાતે તારીખ ૦૩ થી ૦૫ માર્ચ, ૨૦૨૩ દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, વન મેન શો યોજના અંતર્ગત રાજ્યના ગૌરવ પુરસ્કૃત કલાકાર, રાષ્ટ્રીય કક્ષાએ એવોર્ડ મેળવેલ હોય તેવા કલાકાર અથવા કલાક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી હોય તેવા કલાકારની વિવિધ કૃતિઓનું ખાસ પ્રદર્શન યોજવામાં આવે છે.

(12:44 am IST)