Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

હળવદમાં જાની તડની નાત યોજાઈ: પંગતમાં બેસીને વૈદિક મંત્રોચ્ચાર સાથે જમણવાર

હળવદના લક્ષ્મીનારાયણ મંદિરના મહંત દિપક રામદાસજી મહારાજ આશીર્વાદ આપવા ઉપસ્થિત રહેલ

હળવદ:- ભૂદેવ જમી પણ જાણે અને જમણી પણ જાણે ભૂદેવ  સગા સ્નેહીઓ સાથે  જમે એ પણ પંગતમાં બેસીને બુફે નહીં આરોગ્યની દ્રષ્ટિએ પણોઠી વાળીને પંગતમાં જમવાથી અનેક ફાયદાઓ થાય છે આવા ભૂદેવના હળવદ નગરમાં જમવાનું મેનુ ચોખ્ખા ઘીના લાડુ કાજુ દ્રાક્ષ ખસખસ  નાખીને તૈયાર કરેલા લાડવા જમવા સાથે દાળ ભાત વાલ બટાકા નું શાક પુરી ભજીયા કે ફૂલવડી અને છાશ હોય એટલે ભૂદેવ તૃપ્ત હળવદમાં જાની તડની નાત હળવદના સુધાકર જાની ,હેમાંગ જાની, પ્રશાંત જાની , ગિરીશભાઈ જાની ,હિમાંશુભાઈ જાની, તથા જાની પરિવાર બિંદુબેન સુધા કર ભાઈ જાની, ઉષાબેન અરવિંદકુમાર દવે, સરોજબેન ભરતકુમાર મહેતા, ગીતાબેન નિરંજન કુમાર શુકલ તથા રાવલ પરિવાર દ્વારા મોરબી હળવદ સ્થિત ર-વ.જેસ્ટારામ કરુણાશંકર રાવલ તથા ર-વ. મંજુલાબેન જેસ્ટારામ રાવલના  સ્મરણાર્થે જાની તડની નાત હળવદમાં બ્રાહ્મણની ભોજનશાળા ખાતે  યોજાઇ હળવદના લક્ષ્મીનારાયણ મંદિરના મહંત દિપક રામદાસજી મહારાજ આશીર્વાદ આપવા ઉપસ્થિત રહેલ હતા 

(1:10 am IST)