Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

દીકરીના લગ્નપ્રસંગ નિમિતે મોરબીમાં નિશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરાયું.

મુંબઈમાં રહેતા મેહતા પરિવાર દ્વારા દીકરીના લગ્નપ્રસંગ નિમિતે મોરબીમાં નિશુલ્ક નિદાન કેમ્પનું આયોજન

મોરબી :મુંબઈમાં રહેતા મેહતા પરિવાર દ્વારા દીકરીના લગ્નપ્રસંગ નિમિતે મોરબીમાં નિશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું

 મુંબઈમાં વસતા મેહતા પરિવારની દીકરી પૂજા દક્ષેશ મહેતાના લગ્નપ્રસંગ આગામી તા. ૧૩ માર્ચના રોજ યોજાનાર છે ત્યારે દીકરીના લગ્નપ્રસંગને યાદગાર બનાવવા પરિવારે નિશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કર્યું હતું જે કેમ્પમાં ડો. હસ્તીબેન મહેતાના ૧૦૮ માં મેડીકલ કેમ્પનો અનેક દર્દીઓએ લાભ લીધો હતો કેમ્પનું આયોજન કાલિકા પ્લોટ ખાતે કરવામાં આવ્યું હતું

 જે કેમ્પમાં દર્દીઓને વિનામૂલ્યે નિદાન કરી ત્રણ દિવસની દવા નિશુલ્ક આપવામાં આવી હતી સાથે જ બીપી અને સુગર ટેસ્ટ વિનામૂલ્યે કરવામાં આવ્યો હતો કેમ્પને સફળ બનાવવા કાસમ સંધી, નરેશ ગોહેલ, ચંદ્રલેખાબેન મેહતા, રશ્મીન દેસાઈ, કોઠારીભાઈ, કૌશિકા રાવલ, રુચિતા ભટ્ટ અને જીગર ભટ્ટ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.

(1:11 am IST)