Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

દિવ્યાંગો માટેના મોરબી જીલ્લાના પ્રથમ વોકેશનલ સેન્ટરનો ધારાસભ્યના હસ્તે શુભારંભ કરાયો.

મોરબી જીલ્લામાં દિવ્યાંગો માટે પ્રથમ વોકેશનલ સેન્ટરનો ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો દિવ્યાંગ સેવા સંસ્થા-મોરબી (મંદબુદ્ધિ સેવા આશ્રમ ટ્રસ્ટ) તથા સક્ષમ મોરબી જિલ્લા ટિમ દ્રારા સંચાલિત વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર & હોસ્ટેલમાં મનો દિવ્યાંગ, ફિજીકલ ડિસેબલ, દિવ્યાંગો માટે નિઃશુલ્ક સેવા તાલીમની વ્યવસ્થા દાતાઓના સહયોગથી ઉપલબ્ધ થશે

ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ મોરબીમાં દિવ્યાંગ માટે ઉત્થાન અને ઉત્કર્ષના અભિગમને બિરદાવ્યો હતો અને આગામી સમયમાં મોરબીમાં જ દિવ્યાંગોને તેના ક્ષેત્રોમાં આગળ વધવાના પ્રયત્નોમાં તેની સાથે છે તેમ જણાવ્યું હતું
વોકેશનલ ટ્રેનીંગ સેન્ટરમાં- પેપર બેગ , ફેન્સી શોપિંગ પેપર બેગ,પેપર ડીસ, મીણબત્તી, રૂની આડી-ઉભિ દિવેટ, કોડીયા ડેકોરેશન, તથા  ડિજિટલ લાઈબ્રેરી તેમજ અન્ય પ્રવૃત્તિઓની નિ:શુલ્ક વ્યવસાયિક તાલીમ આપવામાં આવશે, 18 વર્ષથી ઉપરના દિવ્યાંગજનોને નિઃશુલ્ક તાલીમ ભોજન અને હોસ્ટેલ વ્યવસ્થા ઉપલબ્ધ થશે તેમ જણાવ્યું છે

(1:14 am IST)