Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

મોરબીમાં આગામી ગુરુવારે જલારામ મંદિરનો ષટદશમ્ પાટોત્સવ, પંચવિધ કાર્યક્રમોની ભક્તિભાવથી ઉજવણી કરાશે.

પ્રભાતધૂન, મહાયજ્ઞ, સન્માન સમારોહ, મહાઆરતી, મહાપ્રસાદ સહીતના કાર્યક્રમો.

મોરબી :  વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા મોરબીના શ્રી જલારામ મંદિરનો ષટદશમ્ પાટોત્સવ આગામી ગુરુવાર તા.૨૩-૨-૨૦૨૩ ના રોજ પંચવિધ કાર્યક્રમો સાથે ભક્તિભાવ પૂર્વક ઉજવવામાં આવશે

જેમાં સવારે ૬ કલાકે પ્રભાતધૂન, સવારે ૯ કલાકે વૈદિક મહાયજ્ઞ, સાંજે ૪ કલાકે જલારામ મંદિરના સેવાકાર્યોના સહયોગીઓ નો સન્માન સમારોહ, સાંજે ૬:૩૦ કલાકે મહાઆરતી, સાંજે ૭ કલાકે મહાપ્રસાદ સહીત ના કાર્યક્રમો યોજાશે. શહેરની દરેક ધર્મપ્રેમી જનતાને પધારવા તેમજ પ્રસાદ ગ્રહણ કરવા શ્રી જલારામ પ્રાર્થના મંદિરના આગેવાનો દ્વારા ભાવભર્યુ નિમંત્રણ પાઠવવામા આવ્યુ છે.
મોરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા એમ્બ્યુલન્સ સેવા, શબવાહીની સેવા,વૈકુંઠ રથ સેવા, અંતિમ યાત્રા બસ, ફ્રિઝ શબ પેટી, દરરોજ બપોરે તથા સાંજે પ્રસાદની વ્યવસ્થા, દરગુરુવારે મહાપ્રસાદ, બિનવારસી મૃતદેહોના અંતિમ સંસ્કાર, સામૂહીક અસ્થિ વિસર્જન, મેડીકલ સાધનોની સેવા, મેડીકલ કેમ્પ, બ્લડ ડોનેશન, પદયાત્રીઓની સેવા,દર મહીને વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ સહીતની સેવાઓ વિનામુલ્યે કોઈપણ પ્રકારના નાતજાતના ભેદભાવ વિના સમાજને અવિરતપણે પ્રદાન કરવામા આવી રહી છે.

(1:14 am IST)