Gujarati News

Gujarati News

News of Monday, 20th February 2023

મોરબી નગરપાલિકા પ્રમુખે ત્રણ માસ પૂર્વે કરેલી રજૂઆતને પગલે સમય ગેટ ઉતારી લીધો, અન્ય ઈમારતો સામે કાર્યવાહી ક્યારે ?

ઝૂલતો પુલ તૂટી પડ્યા બાદ પાલિકા પ્રમુખે ચીફ ઓફિસરને રજુઆત કરી, પરિણામ શૂન્ય.

મોરબી નગરપાલિકામાં અંધેર નગરી જેવો વહીવટ હોવાની ચર્ચાઓ થતી રહે છે મોરબી શહેર ઓદ્યોગિક રીતે વિકસિત હોવા છતાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળતો હોય છે એટલું જ નહિ ઝૂલતો પુલ તૂટી પડ્યા બાદ નવેમ્બર ૨૦૨૨ માં પાલિકા પ્રમુખે ચીફ ઓફિસરને જર્જરિત ઈમારતો વિશે કાર્યવાહી કરવા જણાવ્યું હતું પરંતુ ત્રણ માસ બાદ માત્ર એક સમય ગેટ બાબતે કાર્યવાહી થઇ છે અને અન્ય ઈમારતો હજુ જોખમી સ્થિતિમાં જેમની તેમ જોવા મળે છે.

મોરબી નગરપાલિકાના પ્રમુખે ગત તા. ૧૯-૧૧-૨૦૨૨ ના રોજ ચીફ ઓફસરને રજૂઆત કરી જણાવ્યું હતું કે મોરબીનો એતિહાસિક ગ્રીન ચોક જે સ્ટેટ સમયનો બનાવેલ છે તે ગ્રીન ટાવરમાં સડો લાગી ગયો છે અને કાટ પણ ખાઈ ગયો છે જેથી કોઈ દુર્ઘટના ના બને તે માટે સલામતીના ભાગરૂપે ટાવરને સરકારના એન્જીનીયરો પાસે સર્વે કરાવી જરૂરી રીપેરીંગ કરાવવા જણાવ્યું હતું
તે ઉપરાંત શનાળા રોડ પર આવેલ સમય ગેટ અને સર્કીટ હાઉસ સામાકાંઠે આવેલ ગેટમાંથી પણ પોપડાઓ પડેલ છે બંને ગેટ સમય કલોક પ્રા. લી તરફથી બનાવેલ હોય તે પણ રીપેરીંગની જરૂરત હોવાનું જણાવ્યું હતું આમ ત્રણ મહિના બાદ સમય ગેટ ઉતારવામાં આવ્યો છે જોકે અન્ય જે રજૂઆત કરવામાં આવી હતી તેમાં કોઈ કાર્યવાહી કરાઈ નથી અને પાલિકાના પ્રમુખનું કોઈ સાંભળતું નથી તેવો ઘાટ પણ જોવા મળી રહ્યો છે ત્યારે સામાકાંઠાનો ટાવર અને ગ્રીન ચોક ટાવર અંગે કાર્યવાહી કરાશે કે પછી દુર્ઘટનાની રાહ જોવાય છે તે સમય જ બતાવશે

(1:16 am IST)