Gujarati News

Gujarati News

News of Saturday, 20th March 2021

માંડવીના યુવાનને માર મારવાના કિસ્સા સહિત દારૂની બોટલ માટેના વાયરલ કલીપિંગમાં વિવાદિત પોલીસ કર્મી સસ્પેન્ડ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૦ : પોલીસ કર્મીઓ દ્વારા કાયદો હાથમાં લેવાના વધી રહેલા બનાવો સામે પશ્ચિમ કચ્છ પોલીસ વડા સૌરભસિંઘે કડકાઇપૂર્વક કાર્યવાહી હાથ ધરી છે.

મુન્દ્રાના ચકચારી બનાવમાં સંડોવાયેલા પોલીસ કર્મીઓ પછી માંડવીના પોલીસ કર્મીની દારૂ માંગવા માટેની ઓડિયો કિલપ તેમ જ માંડવી ના બાવાજી યુવાનને માર મારવાની ઘટનાએ ચકચાર સર્જી હતી.

ફલજી ચૌધરી નામના માંડવી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મી ની આ હરકતો વચ્ચે તેની સામે જમીન ઉપર ખાનગી કંપનીનો ટાવર ઊભો કરવા માટે બળજબરી કરવાની પણ ફરિયાદ થઈ હતી. આ કિસ્સામાં તપાસ કરી પશ્યિમ કચ્છ ડીએસપી સૌરભસિંઘ દ્વારા ફલજી ચૌધરી ને સસ્પેન્ડ કરાયો છે.

(10:30 am IST)