Gujarati News

Gujarati News

News of Saturday, 20th March 2021

ભાજપે સત્તા હાંસલ કરતા વાંકાનેરમાં શાહબાવાને ચાદર ચડાવાઇ

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ર૦ :.. તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો ઇતિહાસ તોડી ભાજપે તાલુકા પંચાયત કબ્જે કરતાં વાંકાનેરના યુવરાજ કેશરીદેવસિંહ ઝાલાને ઠેર-ઠેર થી અભિનંદનની વર્ષા થઇ રહી છે. અને ઠેક-ઠેકાણે તેઓનું સન્માન કરવામાં આવે છે.

તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા ત્રણ મુસ્લીમ ઉમેદવારો અને જિલ્લા પંચાયતના એક ઉમેદવાર આજરોજ સાંજે પ વાગ્યે વાંકાનેર શાહબાવાની દરગાહ શરીફે યુવરાજ કેશરીદેવસિંહ ઝાલાની આગેવાનીમાં શાહબાવા ને સોળ (ચાદર) ચડાવવામાં આવેલ હતી.

બાદમાં શાહબાવા ટ્રસ્ટ દ્વારા યુવરાજ કેશરીદેવસિંહ ઝાલા અને તાલુકા પંચાયતના નવા ચૂંટાયેલા ધર્મેન્દ્રસિંહ ઝાલા તેમજ જીલ્લા પંચાયતના જાહીર અબ્બાસ શેરસીયા, અને પીપળીયા તથા પંચાયસીયાના બંને તાલુકા પંચાયતના સભ્યનું સાલ અને ફુલહાર કરીને શાહબાવા ટ્રસ્ટ દ્વારા તેઓનું સન્માન કરવામાં આવેલ, વાંકાનેરના ઇતિહાસમાં તાલુકા પંચાયતની ત્રણ સીટ ઉપર ભાજપના મુસ્લીમ ઉમેદવારો અને જિલ્લા પંચાયતમાં એક મુસ્લીમ ઉમેદવાર જીતતા તેનો શ્રેય વાંકાનેરના યુવરાજ કેશરીદેવસિંહ ઝાલાને જાય છે. આ પ્રસંગે વાંકાનેરના ઇસુફભાઇ શેરસીયા, ઇસ્માઇલ કડીવાર, તીથવા તથા વાંકીયા, પંચાસીયા અને અન્ય ગ્રામ્ય વિસ્તારના આગેવાનો હાજર રહી નવા વરાયેલા હોદેદારોને શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે વાંકાનેર તાલુકા પંચાયતના પંચાસીયાના સભ્ય જશ્મીનબેન જાહીદભાઇ બ્લોચ કે જેઓ ગુલમામદભાઇ બ્લોચના પુત્રવધુનું પણ આ તકે સન્માન કરવામાં આવ્યુ હતું.

આ પ્રસંગે બહોળી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી.

(11:34 am IST)