Gujarati News

Gujarati News

News of Saturday, 20th March 2021

ગોંડલ યાર્ડ દ્વારા સફાઇ અભિયાન

ગોંડલ : ભારતીય કપાસ નિગમ દ્વારા બજાર સમિતિ ગોંડલમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા ચલાવવામાં આવતાં સ્વચ્છતા અભિયાન બજાર સમિતિ ગોંડલમાં કરવામાં આવેલ તેમાં રાજકોટ જીલ્લા ભારતીય કપાસ નિગમના આસી. જનરલ મેનેજર સ્વપ્નનીલ દડમલ તથા ગોંડલ માર્કેટ યાર્ડ ચેરમેન ગોપાલભાઇ શીંંગાળા તથા વાઇસ ચેરમેન કનકસિંહ જાડેજા, મગનભાઇ ધોણીયા, કુંરજીભાઇ ભાલાળા તથા સ્ટાફ સ્વચ્છતા અભિયાનમાં જોડાયેલ હતા તેમજ ખેડૂતભાઇઓ તથા વેપારીઓને સ્વચ્છતા જાળવવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. (તસ્વીર - અહેવાલ : જયસ્વાલ ન્યુઝ -ગોંડલ)

(11:38 am IST)