Gujarati News

Gujarati News

News of Saturday, 20th March 2021

બીજે દિ' ઝાકળવર્ષા : સૌરાષ્ટ્ર-કચ્છમાં બપોરે તાપ

મિશ્ર ઋતુનો માહોલ યથાવત : મહત્તમ તાપમાનમાં વધારો

રાજકોટ, તા. ર૦ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે સતત બીજા દિવસે સવારે ભેજનું પ્રમાણ વધતા ઝાકળવર્ષા થઇ હતી.

જો કે સૂર્યનારયણના દર્શન થતાની સાથે જ આકરા તાપનો અનુભવ થવા લાગે છે અને બપોરના સમયે તાપ વર્તાતા ઉનાળાની અસર વર્તાઇ રહી છે.

મહતમ તાપમાનનો પારો ઉંચે ચડતા ગરમીની વધુ અસર વર્તાવા લાગે છે. રાજકોટ શહેરમાં  કાલે ગરમીમાં સહેજ ઘટાડો જોવા મળ્યો હતો, મહતમ તાપમાન ૩પ.૯ ડિગ્રી નોંધાયું હતું અને ન્યુનતમ તાપમાન ર૧૩ ડિગ્રી નોંધાયું હતું. સવારના સમયે ભેજનું પ્રમાણ ૭૮ ટકા જોવા મળ્યું હતું. એવી જ રીતે સાંજના સમયે ભેજનું પ્રમાણ ૧૮ ટકા જેટલું જોવા મળ્યું હતું. બીજી તરફ હવાની ગતિ સવારે ૮.૩૦ થી સાંજના પ વાગ્યા સુધી ૮ કિલોમીટર પ્રતિકલાક નોંધાઇ હતી. હવામાન ખાતાના આગાહી મુજબ આગામી ૪૮ કલાકમાં કોઇ ફેરફાર આવશે નહી, ત્યારબાદ મહતમ તાપમાનમાં ર થી ૩ ડીગ્રીનો ઘટાડો જોવા મળશે, અને ગરમીમાં રાહત પણ અનુભવાશે.

(12:50 pm IST)