Gujarati News

Gujarati News

News of Saturday, 20th March 2021

રઘુવીર સેનાના ઉપક્રમે સ્વ.પવન કોટેચાના સ્મરણાર્થે ઓપન ઇન્ડિયા રઘુવંશી ક્રિકેટ ટુર્નામેન્ટ

જુનાગઢ : અખિલ સૌરાષ્ટ્ર કચ્છ-રઘુવીર સેના જૂનાગઢ જિલ્લાના ઉપક્રમે સ્વ.પવન રાજેન્દ્રભાઈ કોટેચાના સ્મરજ્ઞાર્થે જૂનાગઢમાં  સ્વામી વિવેકાનંદ ગ્રાઉન્ડ ખાતે ઓપન ઈન્ડિયા રઘુવંશી ક્રિકેટ ટુર્નામેન્ટ પવન કપ-૨૦૨૧નો પ્રારંભ થયો છે.  તા.૨૧ સુધી સવારે ૮ થી સાંજના ૬ વાગ્યા દરમ્યાન યોજાયેલ આ ક્રિકેટ ટુર્નામેન્ટને શ્રીમતી શોભનાબેન આર.કોટેયા, પ્રિતીબેન ડી.કોટેચા,  જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન ડોલરભાઈ કોટેચા, લોહાણા મહાજનના પ્રમુખ મહેન્દ્રભાઈ મશરૂ, અખિલ સૌરાષ્ટ્ર કચ્છ  રઘુવીર સેનાના સુપ્રિમો અને પૂર્વ ડે.મેયર ગિરીશભાઈ કોટેચા, પ્રદેશ ભાજપના અગ્રણી પ્રદિપભાઈ ખીમાણી, લોહાણા મહાપરિષદના  વિભાગીય પ્રમુખ કૃષ્ણકાંતભાઈ રૂપારેલીયા, જલારામ ભકિતધામના મેનેજીંગ ટ્રસ્ટ પી.બી. ઉનડકટ, જયકિશનભાઈ દેવાણી, પાર્થભાઈ  રૂપારેલીયા, બિપીનભાઈ સોઢા, સુરેશભાઈ દત્તા સહિત રઘુવંશી મહાનુભાવોએ દિપ પ્રાગટ્ય કરીને ખુલી મુકી હતી. ભારતભરમાંથી  પધારતા રઘુવંશી ક્રિકેટરોનો ઉત્સાહ વધારવા અને પ્રોત્સાહિત કરવા યોજાયેલ ક્રિકેટ ટુર્નામેન્ટના પ્રારંભ પ્રસંગનું સંચાલન રઘુવંશી  કર્મચારી મંડળના પ્રમુખ હાર્દિકભાઈ પોપટએ કર્યું હતુ. આજે પ્રથમ દિવસે જૂનાગઢની કોટેચા-ઈલેવન અને વેરાવળની જલ્યાણ ટીમ  વચ્ચે મેચ ખેલાયો હતો જેમાં મેન્ટર પાર્થ કોટેચાની કેપ્ટનશીપ હેઠળ જુનાગઢની કોટેચા-ઈલેવન ક્રિકેટ ટીમે ૧૦૩ રન ફટકારીને ર૮  રને વિજય મેળવ્યો હતો. જેમાં રાકેશ પાઉએ ૫૦ રન કર્યા હતા અને તેમને મેન-ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા હતા. આ તકે  સહકારી આગેવાન ડોલરભાઈ કોટેચા સહિત મહાનુભાવોએ પ્રારંભમાં બેટીંગ કરીને રઘુવંશી ક્રિકેટરોને પ્રોત્સાહન પુરૂ પાડયુ હતુ.  આ ટુર્નામેન્ટ માટે ગ્રાઉન્ડ અને પીચ તૈયાર કરવા માટે અબ્બાસભાઈ કુરેશીનો સિંહ કાળો રહ્યો છે. આયોજન માટે ઓપન ઈન્ડિયા  રઘુવંશી ક્રિકેટ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે પ્રોજેકટ ચેરમેન જયેશ ખખ્ખરના માર્ગદર્શન હેઠળ અંબરીશ ખીરૈયા, સંયોજક ગિરીશ  આડતીયા, યતીન કારીયા તેમજ પ્રોજેકટ ટીમના જગદીશ જોબનપુત્રા, પાર્થ કોટેચા, સાગર કોટેચા, ગૌરવ રૂપારેલીયા, ધવલ  પટેલીયા, હિરેન અહીયા, રવિ સુબા, ફાલ્ગુન કાનાબાર, સંજય પોપટ અને રાજેશ ઠક્કર વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. (તસ્વીરોઃ  મુકેશભાઇ વાઘેલા, અહેવાલઃ વિનુભાઇ જોષી)

(12:55 pm IST)