Gujarati News

Gujarati News

News of Saturday, 20th March 2021

આંધ્રપ્રદેશની યુવતિ સાથે ઠગ ટોળકીએ ગુજરાતભરમાં ૧૮ જગ્યાએ ખોટા લગ્ન કરાવ્યા

જૂનાગઢ પોલીસે ઝડપેલા આરોપી રીમાન્ડમાં: રાજકોટ-૮, હાલાર-૨ અને ભાવનગર જીલ્લામાં ૧ શખ્સ લુંટેરી દુલ્હનથી છેતરાયા : પુત્રીને પિયરમાં આંટો મારવાના બ્હાને ઘરે લઇ આવી છેતરપીંડી આચરતી મુખ્ય સુત્રધાર અમદાવાદની સાવકીમાતા હંસાબેન વાઘેલા

(વિનુ જોષી દ્વારા) ંજૂનાગઢ, તા.૨૦: ર્ંજિલ્લા પોલીસ વડા  રવિ તેજા વાસમ શેર્ટ્ટીં ની સૂચના અને ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એસ.એન.સાગરકા તથા સ્ટાફની ટીમ દ્વારા આંબલિયા ગામના વતની અને ખેતીકામ કરતા લગ્નવાંછું યુવાન સતિષભાઈ સવજીભાઈ પટોળીયા પટેલની ફરિયાદ આધારે ખોટા નામ આપી, ખોટા પુરાવાઓ આપી, ગુન્હાહિત કાવતરું રચી, લગ્ન કરવાના બહાને છેતરપિંડી કરવા અંગે ગુન્હો નોંધી, આરોપીઓ (૧) હંસાબેન ઉર્ફે ધનુબેન ઉર્ફે નેહાબેન  પ્રકાશસીહ મોહનસીહ વાદ્યેલા દરબાર ઉવ ૫૦, (૨) અંજલીબેન ઉર્ફે ભગવતીબેન ઉર્ફે ભાગ્યવતી ઉર્ફે ચકો પ્રકાશસીહ મોહનસીહ વાદ્યેલા દરબાર ઉવ ૨૧ રહે. બન્ને અમદાવાદ કુબેરનગર, છારાનગર મામાની ચાલી, (૩) અનીરુધ્ધસીહ ઉર્ફે મુન્નાભાઇ ખુમાનસીહ ગોહીલ  ગરાસીયા દરબાર ઉવ. ૪૦ રહે. ઉખરલાગામ તા. દ્યોદ્યા  (૪) ભરતભાઇ ગીરદ્યરભાઇ મહેતા  રાજગોર બ્રાહ્મણ ઉ.વ. ૫૨ તથા (૫) અરુણાબેન વા/ઓ ભરતભાઇ ગીરદ્યરભાઇ મહેતા રાજગોર બ્રાહ્મણ ઉ.વ. ૫૪ રહે. બન્ને હાલ રાજકોટ, પોપટપરા શેરી નં. ૦૪, રામદેવ મંદીર પાછળ, હશીનાબેન મુસ્લીમના મકાનમા ભાડેથી મુળ રહે.મોણવેલગામ તા.ધારી ની ધરપકડ કરી, દિન ૦૫ ના પોલીસ રીમાન્ડ ઉપર મેળવી, અમદાવાદ તથા ભાવનગર ખાતે તપાસ કરવામાં આવતા, ર્ંલગ્ન કરવામાં આવેલ છોકરી મૂળ આંધ્રપ્રદેશની રહેવાસી હોવાની, આરોપી દ્વારા ખોટા પુરાવાઓ મેળવેલ હોવાની તેમજ આ ગેંગ દ્વારા કુલ ૧૮ જેટલી વ્યકિતઓ સાથે લગ્ન કરી, છેતરપિંડી કરી આંતર રાજયમાં ગુન્હાઓ આચરેલ હોવાની વિગતોનો જૂનાગઢ પોલીસ દ્વારા પર્દાફાર્શં કરવામાં આવેલ છે....ં

પો.હેડ કોન્સ.નિલેશભાઈ ભેટારીયા , તથા કમલેશભાઈ રાઠોડ, તથા ભદ્રેશભાઈ રવૈયા તથા પો.કોન્સ. ભરતભાઇ ઢોલા, તથા કરણભાઈ વાળા તથા નરેન્દ્રભાઈ બાલસ તથા વિજયભાઈ ચાવડા તથા દેવેનભાઈ ચાવડા તથા અજયભાઈ પારધી તથા રાહુલસિંહ ઝણકાટ તથા ભૂમિકાબેન ડાંગર પોલીસ સ્ટાફ સહિતની ટીમ દ્વારા પકડાયેલ આરોપીઓની પૂછપરછ કરતા તેમજ અમદાવાદ અને ભાવનગર ખાતે તપાસ લંબાવતા, આરોપી ભરતભાઇ રાજગોર, તેના પત્ની તથા મુન્ના ઉર્ફે અનિરુદ્ઘ ગોહિલ એજન્ટ છે, જયારે ર્ંઆરોપી હંસાબેન વાદ્યેલા મુખ્ય સૂત્રધાર હોઈ, પોતાની દીકરી સાથે લગ્નવાંછું યુવાનોને લગ્ન કરાવી, દીકરીને પિયરમાં આંટો મારવાના બહાને દ્યરે લઈ આવી, છેતરપિંડી કરવાની મોડસ ઓપરેર્ન્ડીં ધરાવે છે.

પકડાયેલ આરોપીઓએ આ મોડસ ઓપરેન્ડીથી ર્ં(૧) રાજસ્થાનમા વીક્કીનામના છોકરા સાથે, (૨) બરોડામા જગદીશ પ્રજાપતી સાથે, (૩) અમદાવાદ સુભાષબ્રીજ પાસે રહેતા ચીરાગ પ્રજાપતી સાથે, (૪) ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતે રાકેશ પટેલ સાથે, (૫) રાજસ્થાનમા દીબાવાસમા રહેતા પપસા રાજપુત સાથે, (૬) સુરતમા ભાવેશ બ્રાહ્મણ સાથે, (૭) અમદાવાદમા અરવીંદભાઇના ભાઇના છોકરા સાથે (૮) અમદાવાદમા ગણપતી નામથી ઓળખાતા છોકરા સાથે, (૯) રાજકોટ પાસે ધુવા મા રહેતા સુરેશભાઇ વરશરામભાઇ પરશુરામ સાથે, (૧૦) રાજકોટ ગ્રીંનલેન્ડ ચોકડી પાસે ભાવેશનામના છોકરા સાથે જેની મમ્મીને આખે દેખાતુ નથી, (૧૧) ભાવનગર પાસે દેવગણાગામમા હર્ષદ બ્રાહ્મણ સાથે, (૧૨) રાજકોટ તાલુકાના સરધાર ના અર્જુન નામના છોકરા સાથે, (૧૩) મહેસાણા જિલ્લાના ઉંઝા ખાતે રોનક નામના છોકરા સાથે, (૧૪) એમ પી. ઉબલીમા નીતેશ મારવાડી નામના છોકરા સાથે, (૧૫) જામનગર જિલ્લાના લાલપુર ગામે જયશુખ આહીર નામના છોકરા સાથે, (૧૬) દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર ગામે વિશાલ સચદેવ લોહાણા સાથે, (૧૭) જેતપુર ખાતે કુલદીપ યોગેશભાઇ બ્રાહ્મણ સાથે તથા (૧૮) આંબલીયા ગામે રહેતા સતીષ પટેલ સાથે પણ લગ્નવાંછુ યુવાનોને છેતર્યા હોવાની સહિતના કુલ ૧૮ ગુન્હાઓની કબૂલાર્તં કરવામાં આવેલ છે. આમ, આ પકડાયેલ ગેંગ દ્વારા અઢાર જેટલા વ્યકિતઓ સાથે છેતરપિંડીના ગુન્હાઓ આચર્યા હોવાની કબૂલાત કરવામાં આવેલ છે. આમ, ર્ંજૂનાગઢ પોલીસની તપાસ દરમિયાન પકડાયેલ આરોપીઓ જૂનાગઢ ઉપરાંત, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરત, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારિકા જિલ્લામાં તેમજ ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મધ્યપ્રદેશ જેવા રાજયોમાં આ મોડસ ઓપરેન્ડીથી ગુન્હાઓ આચારેલા હોઈ, પકડાયેલ આરોપીઓ આંતર રાજય આરોપીઓ નીકર્ળ્યાં છે....ં

ંજૂનાગઢ તાલુકા પોલીસ ટીમ દ્વારા પોલીસ રીમાન્ડ ઉપર રહેલા આરોપી મુખ્ય સૂત્રધાર હંસાબેન ઉર્ફે ધનુબેન ઉર્ફે નેહાબેન વા/ઓ પ્રકાશસીહ મોહનસીહ વાદ્યેલા જાતે દરબાર ઉવ ૫૦ વાળાને સાથે અમદાવાદ ખાતે જઇ, રહેણાક મકાનની તપાસ કરતા, રહેણાક મકાન બતાવેલ નથી અને અમદાવાદ શહેરમા ગોળ ગોળ ફેરવી સમય પસાર કરેલ હતો. આ લગ્નમા કન્યા તરીકે આરોપી અંજલીબેન ઉર્ફે ભગવતીબેન ઉર્ફે ભાગ્યવતી ઉર્ફે ચકો ડો/ઓ પ્રકાશસીહ મોહનસીહ વાદ્યેલા જાતે દરબાર ઉવ ૨૧ રહે. અમદાવાદને ર્ંઆરોપી હંસાબેન દ્વારા પોતાની દીકરી હોવાનુ ખોટી ઓળખ આપી, અલગ અલગ વ્યકતીઓ સાથે લગ્ન કરાવેલ છે અને પોતાની તથા ભાગ્યવતી ઉર્ફે અંજલીની સાચી ઓળખ છુપાવેર્લં હોવાનું પણ સદ્યન તપાસ દરમિયાન જાણવા મળેલ હતું. આ ર્ંગુન્હામાં લગ્ન વખતે ઉપયોગમા લીધેલ જન્મના દાખલાની તપાસ કરતા, જન્મનો દાખલામા જણાઇ આવેલ નામવાળા ભાગ્યવતીબેન માધવલાલ તીવારીની તપાસ કરતા, આ ભાગ્યવતીબેન અમદાવાદ પાસે આવેલ લાંભાગામમા રહે છે અને હાલ તે હયાત હોવાનું તેમજ આરોપી હંસાબેન ઉર્ફે ધનુબેનએ આ ભાગ્યવતીનો દાખલો ભાગ્યવતીની માતા ધનુબેનને વિધવા પેંશન અપાવવાની લાલચ આપી, જન્મનો દાખલો તથા રેશનકાર્ડ મેળવી, આ ગુન્હો કરવામા ઉપયોગ કરેલ હોવાની વિગતોનો પર્દાફાર્શં થયેલ છે.

દરમ્યાન જણાઇ આવેલ કે, ર્ંપકડાયેલ આરોપી ભાગ્યવતી મુળ આંધ્રપ્રદેશ શ્રી રંગરાજુપાલમ ગામ તા. રાયચોટી જી. પોલમપેટાની વતની હોવાનું તથા તેનું ઓરીજીનલ આધારકાર્ડ સહિતની વિગત પણ મળી આવેર્લં હતી અને આ પકડાયેલ મુખ્ય સૂત્રધાર ર્ંઆરોપી હંસાબેન ઉર્ફે ધનુબેન પકડાયેલ આરોપી કન્યા ભાગ્યવતીની સગી મા નથી પરંતુ આ પકડાયેલ આરોપી ભાગ્યવતીબેન હંસાબેન ઉર્ફે ધનુબેનથી કોઇ પણ કારણે દબાયેલ હોવાથી પોતાની સત્ય હકીકત જણાવવા સંકોચ ધરાવતી હોવાની અને આ આરોપી હંસાબેન ઉર્ફે ધનુબેનએ ભાગ્યવતીનો પોતાની દીકરી તરીકે બતાવી, આર્થીક લાભ સારુ આ ગુન્હાઓ આચરેલ હોવાનો દ્યટસ્પોર્ટં પણ તપાસ દરમિયાન થયેલ છે. આ આરોપી ભાગ્યવતી ઉર્ફે અંજલી ઉર્ફે ભગવતી ની સાચી ઓળખ તથા તેના માતા પીતાની તપાસ તથા તેના વતનની તપાસ કરવી ખુબજ જરુરી હોય તેમજ ભાગ્યવતીના જણાવ્યા મુજબ પોતાની માતા સરોજબેન તથા પોતાની બહેન દીવ્યા ઉર્ફે જીયા ઉર્ફે ભાવનાબેન હાલ ગુજરાતમા જ રહેતા હોવાનુ તપાસ દરમ્યાન જણાઇ આવેલ હતું. આરોપી ભગવતી ઉર્ફે અંજલી બાબતે બધી સત્ય હકીકત જાણવા સારુ આરોપી અંજલી ઉર્ફે ભાગ્યવતીની સત્ય હકીકત બહાર લાવવા આરોપી અંજલીબેન ઉર્ફે ભગવતીબેન ઉર્ફે ભાગ્યવતી ઉર્ફે ચકો ડો/ઓ પ્રકાશસીહ મોહનસીહ વાદ્યેલા દરબાર ઉવ. ૨૧ રહે. અમદાવાદ કુબેરનગર, છારાનગર મામાની ચાલીના દીન ૧૦ ના વધુ રીમાંડ માંગવામાં આવતા, દિન ૦૨ ના પોલીસ રીમાન્ડ આપવામાં આવેલ હતા, બાદમાં કોર્ટ દ્વારા તમામ ર્ંઆરોપીઓને જેલ હવાર્લેં કરવામાં આવેલ હતા...ં

 ંજૂનાગઢ તાલુકા પોલીસ દ્વારા પકડાયેલ આરોપીઓ વિરુદ્ઘ ખોટા દસ્તાવેજ બનાવી, સાચા તરીકે ઉપયોગ કરવામાં આવેલ હોઈ, આઈપીસીની કલમોનો ઉમેરો કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપીઓ વિરુદ્ઘ કલ્યાણપુર પોલીસ સ્ટેશન (દેવ ભૂમિ દ્વારિકા જિલ્લો), જેતપુર પોલીસ સ્ટેશન, કોટડા સાંગણી પોલીસ સ્ટેશન (રાજકોટ જિલ્લો), વિગેરે જુદા જુદા પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ ગુન્હાઓમાં આરોપીઓનો કબજો મેળવી, ધરપકડ કરવામાં આવશે.

(12:57 pm IST)