Gujarati News

Gujarati News

News of Saturday, 20th March 2021

ધારાસભ્ય અમરીશ ડેર દ્વારા રાજુલા વિધાનસભાના દસ કરોડના રોડના કામ મંજૂર કરાવ્યા

ધારાસભ્ય અમરીશ ડેર દ્વારા રાજુલા વિધાનસભાના દસ કરોડના રોડના કામ મંજૂર કરાવ્યા

રાજુલા,તા. ૨૦: ગામની સવલત ગામના પાદરનું આયોજન શ્રી ડેર દ્વારા લગભગ માસ પૂર્વે પોતાના પ્રવાસ દરમિયાન ગામડાઓની મુલાકાત સમયે ગ્રામ્ય વિસ્તારના પ્રશ્નો સાંભળવા ગયેલા એવા સમયે ગ્રામજનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.

તે દરમિયાન આ ગ્રામ્ય વિસ્તારના લોકો દ્વારા એવી રજૂઆત કરવામાં આવી હતી કે આ રસ્તાનુ કંઈક કરો અંબરીષભાઈ ત્યારે આ રજૂઆતને ધ્યાને લય આજે ૧૪ જેટલા ગામના લોકો ના પ્રશ્નોને વાચા આપીને મોટાબારમણથી પીછડી, મોટા માણસથી જામકા (બે તાલુકાને જોડતા બંને રસ્તાઓ) તેમજ બાલાનીવાવથી કોળીકથારીયા, સાળવા થી આંબલીયા વડલીથી નાના રીંગણીયાળા, તાલડાથી ધાંગધ્રા નાનાબારમણથી કાતર વિગેરે ગામોના રોડ લગભગ રૂપિયા ૧૦ કરોડના ખર્ચે ધારાસભ્યશ્રી અમરીશ ડેર દ્વારા મંજૂર કરવામાં કરાવવામાં આવેલ છે. ઉપરોકત ગામોના રોડમાંથી કેટલાક તો આઝાદી પછી સૌ પ્રથમવાર બની રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

પ્રવાસ દરમિયાન લોકોએ કરેલી રજૂઆતને ધ્યાને લઇને લોકોના પ્રશ્નોને વાચા આપીને અંગેના પ્રયત્નો આદરીને લોકોના પ્રશ્નોને વાચા આપેલ છે . અને રોડ મંજુર કરીને લોકોએ મૂકેલ વિશ્વાસ અમરીશભાઈ ડેર સાર્થક કરી રહેલા છે શ્રી ડેર દ્વારા સફળ રજુઆત કરીને પોતાનો લોકાભિમુખ અભિગમ પ્રસ્થાપિત કરી રહેલ છે. ઉપરોકત ગામોના રોડનું કામ આગામી સમયમાં શરૂ કરવા પ્રયત્નશીલ છે. રોડના કામો મંજૂર થવાથી ગ્રામ્ય વિસ્તારના લોકોમાં ખુશીનો માહોલ વ્યાપેલ છે.

(12:58 pm IST)