Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

સોમનાથ કોડીનાર નવી રેલ્‍વે લાઈનનો ખેડુતો દ્વારા ભારે વિરોધ

ત્રણ તાલુકાના ૧પ૦૦ થી વધારે ખેડુતોની જમીન કપાતમાં જતા ૪૦૦ થી વધુ ખેડુતો જમીન વિહોણા બનશે

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૨૦: સોમનાથ કોડીનાર વિસ્‍તારમાં આવેલ ઉદ્યોગ માટે નવી રેલ્‍વે લાઈન નાખવા માટે પ્રાથમીક સર્વે થઈ રહેલ છે જેની ખેડુતોને જાણ થતા ચાર ગામોમાં ખેડુતોએ વિરોધ નોધવવા માટે સભાઓ યોજી હતી જેમાં જણાવેલ હતું કે ગમે તેટલા રૂપીયા આપે જમીન મળશે નહી છેલ્લા સુધી લડી લેશું.

ખેડુત એકતા મંચ દ્રારા ર૦૧૩ થી સોમનાથ કોડીનાર નવી રેલ્‍વે લાઈન જે ઉદ્યોગોને મોટો આર્થિક લાભ કરાવશે તેની ફરી પાછી નવી કાર્યવાહી થતા ખેડુતોમાં ભારે રોષ વ્‍યાપેલ હતો આજે પ્રશ્‍નાવડા, લોઢવા,પ્રભાસપાટણ,બીજ ગામે સાગર રબારીની આગેવાની હેઠળ સભા યોજાયેલ હતી જેમાં ખેડુતોએ નકકી કરેલ હતું કે કોઈપણ ભોગે ગમે તેટલા રૂપીયા આપે જમીન આપવામાં આવશે નહી આ સભામાં ઉપસ્‍થિત ખેડુતોએ જણાવેલ હતું કે રેલ્‍વેનો વિરોધ નથી રૂટનો વિરોધ છે નવો સર્વે પ્રાથમીક છે પણ કોઈપણ કામગીરી શરૂ થાય તે પહેલા વિરોધ શરૂ કરેલ છે ૧૬ થી ૧૯ ગામોને અસર થાય તેમ છે ૧પ૦૦ થી વધારે ખેડુતોને જમીન કપાત માં આવે છે જેમાં ૪૦૦ થી વધારે ખેડુતો જમીન વિહોળા થઈ જશે ખાતેદાર મટી જશે. ત્રણ તાલુકાના વેરાવળ, સુત્રાપાડા, કોડીનારના ગામોને અસર થશે ખેડુતો માટે જેને કામગીરી કરવાની હોય  છે તેવા ધારાસભ્‍યો,સાંસદો કોઈ સાથ આપતું નથી બધા ઉદ્યોગો ગૃહો સાથે જોડાયેલ છે રેલ મંત્રાલય દ્રારા જો કામગીરી કરવામાં આવશે તો ભારે ઉગ્ર વિરોધ કરવામાં આવશે તેમ સભા માં સર્વાનુમતે નકકી કરવામાં આવેલ હતું.

(1:57 pm IST)