Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

ખંભાળિયાના મુળ વતની લંડનના ગણાત્રા ફાઉન્‍ડેશનના ટ્રસ્‍ટી દ્વારા મોરારીબાપુની રામકથામાં ૯ હજાર ગરીબ પરિવારને અન્‍નદાનનું ભગીરથ કાર્ય

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા તા.ર૦ : મુળ વતની તથા હાલ યુ. કે. રહેતા રઘુવંશી ગણાત્રા પરિવારના ગણાત્રા :ાઉન્‍ડેશન દ્વારા અનેક સેવાકીય કાર્યો થતા રહે છે. ત્‍યારે તાજેતરમાંમ ધ્‍યપ્રદેશના વિદેશોમાં લોરીના આનંદપુરમા પુ.રણછોડદાસજીના આશ્રમ છે. જયાં અનેક સેવાકીય પ્રવૃતિઓ સાથે વર્ષ પ૦ હજાર જેટલા આંખોના ઓપરેશન થાય છે. આ સેવાના ધામમાંગણાત્રા ફાઉન્‍ડેશનના યુ.કે.ના ટ્રસ્‍ટીઓ હિતેન ગણાત્રા, અમરીશ ગણાત્રા અભિષેક ગણાત્રા તથા કપિલ જોબનપુત્રા દ્વારા પુ.મોરારીબાપુની ૯૧૩મી રામકથાનું આયોજન ૧૧-૩ થી ૧૯-૩ સુધી યોજાયુ હતુ.

સો ગામડાઓમાં સેવા પ્રવૃતિઓ

કથાની સાથો સાથ ૯૧૩ વૃક્ષોનું રોપણ તથા ૯ હજાર ઉપરાંત ગરીબોને ભોજન તથા અનાજ, જરૂરીયાત વસ્‍તુઓની કીટ, કપડા, સાડી, વિતરણ કથાની શરૂઆત પહેલાથી એકાદ માસ સુધી કરાયુ હતુ. તથા લોરીના આપરા રસ્‍તાવાળા સૌથી વધુ ગામડાઓમાં ગરીબોને અહી વર્ષોથી સેવા કરતા ઇલાબેન જોબનપુત્રાના માર્ગદર્શન હેઠળ બસમાં જઇને સેવા પુરી પાડવામાં આવી હતી.

લંડનથી આ કાર્યક્રમમાં ખાસ આવેલા ગણાત્રા ફાઉન્‍ડેશનના મોભી દિનેશભાઇ ગણાત્રા ખંભાળિયાના અગ્રણી રઘુવંશી તથા જલારામ ફાઉન્‍ડેશનના વિનોદભાઇ ખંભાળિયા પણ આ સેવાકીય કાર્યોમાં જોડાયા હતા.

(1:58 pm IST)