Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2024

જુનાગઢ જેસીઆઇ-મહિલા દ્વારા રામ જન્‍મોત્‍સવની ઉજવણી

જુનાગઢ : અયોધ્‍યા ખાતે નવનિર્મિત શ્રી રામ મંદિર ખાતે પ્રથમ રામનવમીના વિશેષ દિવસ નિમિત્તે જુનાગઢ ખાતે જેસીઆઇજુનાગઢ મહિલા સીટી દ્વારા રામ જન્‍મોત્‍સવની ઉજવણી કરવામાં આવેલ.  શ્‍યામ આર. ઓ. સર્વિસ, સાઇબાબા મંદિર પાસે, ઝાંઝરડા રોડ ખાતે સર્વે રામ ભકતોને પ્રસાદી સ્‍વરૂપે ઠંડા પીણા મોકટેલનું અંદાજે ૧પ૦૦ થી વધુ ગ્‍લાસનું વિતરણ કરવામાં આવેલ.  આ ભગીરથ કાર્યમાં જેસીઆઇ જુનાગઢ મહિલા સીટીના પ્રમુખ જેસી ભાવીશા દેકીવાડીયા, ડાયરેકટર જેસી કેતન ચોલેરા, સેક્રેટરી જેસી હસમુખ મારવણીયા, જેસી સંગીતા સાવલિયા, જેસી ચેતન સાવલિયા, કેતનભાઇ અધેરા, કપિલભાઇ કલોલા ઉપસ્‍થિત રહેલ ત્‍યારની તસ્‍વીર.

(11:46 am IST)