Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2024

લાલપુર તાલુકામાં મતદાન જાગળતિ અન્‍વયે સાઈકલ રેલી યોજાઈ

 જામનગરઃ  સમગ્ર જામનગર જિલ્લામાં લોકસભા સામાન્‍ય ચૂંટણી-૨૦૨૪ અન્‍વયે મહત્તમ પ્રમાણમાં નાગરિકો મતદાન કરી લોકશાહીના મહાપર્વમાં સહભાગી થાય તે હેતુથી મતદાન જાગળતિ અંગે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું છે. લાલપુર તાલુકામાં સ્‍થિત લાલપુર ગામમાં લોકસભા સામાન્‍ય ચુંટણી-૨૦૨૪ અન્‍વયે મતદાર જાગળતિ અંગે મતદારોને જાગળત કરવા માટે લાલપુર પ્રાંત અઘિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ વીર સાવરકર વિદ્યાલય ખાતે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્‍યું હતું.  આ સાઈકલ રેલીમાં અધિકારીગણ, સંસ્‍થાના કર્મચારીઓ અને બહોળી સંખ્‍યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. તેમ મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી અને પ્રાંત અઘિકારીશ્રી, લાલપુરની યાદીમાં જણાવવામાં આવ્‍યું છે.

(12:07 pm IST)