Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2024

અમરેલી જિલ્લામાં દેશી દારૂના ૨૦ દરોડા : ૪ મહિલાઓ સહિત ૧૬ ઝડપાયા

અમરેલી,તા.૨૦ :  જિલ્લામાં આગામી લોકસભાની ચૂંટણીમાં કાયદો અને વ્‍યવસ્‍થા જાળવવા પોલીસ અધિક્ષક હિંમકરસિંહની સુચના હેઠળ પોલીસ એકશન મોડમાં આવતા અવિરત પણે અસામાજિક પ્રવળતિઓ ઉપર રોક લાગવવા કાર્યવાહી શરૂ રાખી છે. અમરેલીમાં પોલીસએ જુદા જુદા ૨૦ સ્‍થળોએ દેશી દારૂના દરોડોઓ પાડી ચાર મહિલાઓ ૧૬ શખ્‍સોને ઝડપી લઈ સરભરા કરી જેલની હવા ખવડાવી હતી. જેમાં વડીયા, બગસરા, મરીન પીપાવાવ, ખાંભા, ચલાલા, બાબરા, જાફરાબાદ, લાઠી, વંડા, જાફરાબાદ મરીન, અમરેલી રૂરલ, ધારી, અમરેલી સિટી પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ઘરી હતી. જયારે જિલ્લામાં જુદા જુદા સ્‍થળોએથી ત્રણ વાહન ચાલકો સહિત ૧૨ નસેડીઓને ઢીંગલી થયેલી હાલતમાં ઝડપી લઈ સરભરા કરી જેલની હવા ખવડાવી હતી. જેમાં લાઠી, ધારી, ખાંભા, લીલીયા, બાબરા, સાવરકુંડલા, અમરેલી, સાવરકુંડલા રૂરલ, અમરેલી સિટી પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરી હતી

(12:13 pm IST)