Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2024

પવનનુ જોર વધતા સોૈરાષ્‍ટ્ર-કચ્‍છમાં ગરમી ઘટી

રાજકોટ તા.૨૦: રાજકોટ સહિત સોૈરાષ્‍ટ્ર-કચ્‍છમાં પવનનુ જોર વધતા ગરમીનું પ્રમાણ ઘટયુ છે.

છેલ્લા બે દિવસથી ગરમીમાં ઘટાડો નોંધાયો છે. અને મહતમ તાપમાનનો પારો ર થી ૩ ડિગ્રી નીચે ઉતર્યો છે. જેના કારણે ગરમીમાં ઘટાડો નોંધાયો છે. જો કે બપોરના સમયે ગરમીનુ જોર વધુ હોય છે.

જામનગર

(મુંકુદ બદિયાણી દ્વારા) જામનગરઃ બાજરા સંશોધન કેન્‍દ્ર-જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ તાપમાન ૨૩.૮, મહતમ તાપમાન ૩૩.૮, ભેજનું પ્રમાણ ૭૫ %, પવનની ગતી ૧૦.૪ કિ.મી. રહી છે.

(1:44 pm IST)