Gujarati News

Gujarati News

News of Saturday, 20th May 2023

મોરબીના બેલા ગામે યુવકે ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો

મોરબીના બેલા ગામે યુવકે ગળેફાંસો ખાઇ આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. આ મામલે તાલુકા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના બેલા (રંગપર) ગામે રહેતા ૨૬ વર્ષીય હિતેષભાઈ તેજાભાઈ મકવાણા નામના યુવકે અગમ્ય કારણસર પોતાના ઘરે ગળેફાંસો ખાધો હતો. જેને પગલે પરિવારજનો દ્વારા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.જ એ મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(11:37 pm IST)