Gujarati News

Gujarati News

News of Saturday, 20th May 2023

ગેમ ચેન્‍જરઃ વિશ્વમાં સૌપ્રથમ અદાણી સ્‍કીલ સેન્‍ટરમાં મેટાવર્સનો વર્ચ્‍યુઅલ ક્‍લાસરૂમ

૧૩ રાજયોમાં ૪૦ સ્‍થળોએ યુવાનોને તાલીમ : સાત વર્ષની સફળતાના સીમાચિહ્નરૂપે અત્‍યાધુનિક ટેકનોલોજી સુસજ્જ કેન્‍દ્ર

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૦: ભારતના યુવાધનને રાષ્ટ્રનિર્માણમાં યોગદાનના ઉદ્દેશથી અદાણી કૌશલ્‍ય વિકાસ કેન્‍દ્રની સ્‍થાપના ૧૬ મે, ૨૦૧૬ના રોજ કરવામાં આવી હતી. બિન-લાભકારી સંસ્‍થા તરીકે રોજગારલક્ષી તાલીમ થકી ASDCએ સાત વર્ષની સફર સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. આ સિમાચિહ્નને વધાવવા ફાઉન્‍ડેશને વિશ્વમાં સૌપ્રથમવાર મેટાવર્સમાં બે અભ્‍યાસક્રમો શરૂ કર્યા છે.ASDC વર્ટિકલ ભવિષ્‍ય માટે તૈયાર વ્‍યાવસાયિકોને અત્‍યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી તાલીમ આપવાના મિશનને સતત આગળ ધપાવી રહ્યું છે.ᅠ

મેટાવર્સ સાથેᅠ ASDC એક આકર્ષક તબક્કામાં પ્રવેશ કરી રહ્યું છે જેમાં વર્ચ્‍યુઅલ ક્‍લાસરૂમ્‍સ દ્વારા જ્ઞાન, કૌશલ્‍ય અને ટેક્‍નોલોજીના સમન્‍વયથી ઉત્તમ શિક્ષણ મળે છે. રાષ્ટ્રીય તાકીદને ધ્‍યાને રાખી ASDCએ નવા કોર્સીસમાં આરોગ્‍ય અને હોસ્‍પિટલ ઉદ્યોગને મદદરૂપ થતા જનરલ ડ્‍યુટી આસિસ્‍ટન્‍ટ અને ફાયર સેફટી જેવા અભ્‍યાસક્રમોને પ્રાથમિકતા આપી છે. ભવિષ્‍યમાં વધુ અભ્‍યાસક્રમો આ જ રીતે મેટાવર્સમાં ઉપલબ્‍ધ કરાવવામાં આવશે.

વર્ચ્‍યુઅલ ક્‍લાસરૂમમાં વર્ચ્‍યુઅલ રિયાલિટી હેડસેટ દ્વારા શીખનારાઓના રોમાંચની કલ્‍પના કરો જયાં તેઓ અભ્‍યાસક્રમને ભણીને હેન્‍ડ-ઓન પ્રવૃત્તિઓનો અભ્‍યાસ પણ મેટાવર્સમાં કરે છે. તાલીમાર્થીઓને પસંદગીના વિષયની ઊંડી સમજ ધરાવતી આ ટેકનોલોજી એક ગેમ-ચેન્‍જર છે. ભારતના ૧૩ રાજયોમાં ૪૦ અદાણી કૌશલ્‍ય વિકાસ કેન્‍દ્રો પરના વિદ્યાર્થીઓ આ અભ્‍યાસક્રમો માટે મેટાવર્સમાં નોંધણી કરાવી શકશે.

ટેકનોસેવી તાલીમ આપવામાં અગ્રેસર ASDC વિશ્વભરના વિદ્યાર્થીઓ માટે આ અભ્‍યાસક્રમો ઉપલબ્‍ધ કરાવશે. કોઈપણ વ્‍યક્‍તિ આ અભ્‍યાસક્રમો માટે આઙ્ઘનલાઇન નોંધણી કરાવી કમ્‍પ્‍યુટર/લેપટોપમાં શીખી શકે છે. એટલું જ નહી, સ્‍ય્‍ હેડસેટની વિના પણ વર્ચ્‍યુઅલ ક્‍લાસરૂમનો અનુભવ કરી શકાશે.

અદાણી SAKSHAM આજના ઉદ્યોગોની જરૂરિયાતો અનુસાર કોર્સીસ ઓફર કરે છે. જેમાં અદ્યતન તકનીકો દ્વારા કૌશલ્‍ય-વિકાસના અભ્‍યાસક્રમો, વેલ્‍ડીંગ માટે ઓગમેન્‍ટેડ રિયાલિટી અને ક્રેન ઓપરેશન માટે સિમ્‍યુલેશન-આધારિત સોફટવેર વગેરેનો સમાવેશ થાય છે. મેટાવર્સમાં કૌશલ્‍ય વિકાસ કેન્‍દ્રનો શુભારંભ એ જ દિશામાં આગોતરી પહેલ છે. સાત વર્ષના ટૂંકા ગાળામાં અદાણી SAKSHAM એ ૧.૨૫ લાખ તાલીમાર્થીઓને કાર્યકુશળ બનાવ્‍યા છે. જે પૈકી ૫૬,૦૦૦ થી વધુ રોજગારી, સ્‍વરોજગારી કે ઉદ્યોગ સાહસીક બની કારકીર્દી ઘડી રહ્યા છે.

ભાવનગરમાં અલંગના વેપારીના બંધ મકાનમાં ૧.૩૧ લાખની ચોરી

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર,તા. ૨૦ : ભાવનગરના ગીતાચોક, પ્‍લોટ નં. ૬૧૮/બી-૧ માં રહેતા અલંગના વેપારી કમલેશભાઈ ડુંગરશીભાઈ મારુ અને તેમના પત્‍નીᅠ તેમની દીકરીના ઘરે મુંબઈ ગયા હતા તે દરમિયાન તેમના બંધ મકાનને તસ્‍કરોએ નિશાન બનાવ્‍યું હતું. અજાણ્‍યા તસ્‍કરોએ અગાસીના દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો, અને ઘરમાં રાખેલ લોખંડની નાની તિજોરી, ચાંદીની ટ્રે,ચાંદીના સિક્કા,ચાંદીની લગડીઓ,ચાંદીની પાનદાની, રૂપિયા ૪,૦૦૦ રોકડા તેમજ ઇમિટેશન જવેલરીના ૧૫ નંગ હાર મળી કુલ રૂ. ૧.૩૧ લાખની મત્તાની ચોરી કરી લઈ ગયા હતા.ᅠ

આ બનાવ અંગે કમલેશભાઈ મારુ એ અજાણ્‍યા તસ્‍કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ઘોઘારોડ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. (૨૨.૧૦)

 

ભાવનગરમાં હોટલમાં તોડફોડ કરી સંચાલક ઉપર તલવાર વડે હુમલો

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર,તા. ૨૦ :ભાવનગરના ઘોઘારોડ, ગૌશાળા નજીક આવેલ મારુતિનગર,શેરી નં.૪ માં રહેતા અને અકવાડા પાસે હોટલ ચલાવતા નરેશભાઈ રતિલાલ મકવાણાᅠ ઉં.વ. ૩૮ᅠ ᅠતેમની હોટલ પર હાજર હતા કે દરમિયાન અકવાડામાં રહેતા યુવરાજસિંહ અને તેજપાલસિંહ એ આવીને ગાળો આપી તે અહિં શા માટે હોટલ ખોલી છે, તને ના નથી પાડી તેમ કહી માર મારવા લાગ્‍યા હતા. દરમિયાન તેમના અન્‍ય બે મિત્રો રામદેવસિંહ અને નિર્મળસિંહᅠ આવી જતા તેમણે હોટલમાં ટેબલ ખુરશીની તોડફોડᅠ કરી હતી. બાદમાં નરેશભાઈ પોલીસ ફરિયાદ કરવા માટે જવા નીકળતા યુવરાજસિંહે તેને માથાના ભાગે તલવારનો એક ઘા ઝીંકી દેતા ઇજાગ્રસ્‍ત નરેશભાઈને સારવાર અર્થે ખાનગી હોસ્‍પિટલ ખસેડવામાં આવ્‍યા હતા.

આ બનાવ અંગે નરેશભાઈ મકવાણાએ ચારેય ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(10:06 am IST)