Gujarati News

Gujarati News

News of Saturday, 20th May 2023

ભુજમાં બ્યુટી સલૂનના માલિક દ્વારા મહિલા ગ્રાહકને બાથ ભરી અડપલાં કરાતાં ચકચાર

મહિલાના પરિચિતોએ ઠમઠોર્યા બાદ પોલીસ બોલાવાઈ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૦ પુરુષ સંચાલિત બ્યુટી સલૂનમાં હેર ટ્રીટમેન્ટ માટે ગયેલ મહિલા ચાલકની છેડતીની ઘટનાએ ભુજમાં ચકચાર સર્જી છે. ભુજના છઠ્ઠીબારી રિંગરોડ ઉપર જૂની શક માર્કેટ પાસે આવેલ રોક સ્ટાર સલૂનમાં એનઆરઆઈ પરિણીત મહિલાને સલૂન માલિક અલ્ફાઝ ખલીફા એ છેડતી કરી, અડપલાં કરી અને બાથ ભરી લીધી હતી.

          હેર સ્ટ્રેટનીંગ માટે ગયેલ આ મહિલાએ આવા વર્તન બાદ પોતાના પરિચિતો ને જાણ કરી બોલાવ્યા હતા. તેમણે સલૂન માલિક ને ઠામઠોર્યો હતો. બાદમાં પોલીસ ને બોલાવતાં સલૂન માલિક આલ્ફાઝ ખલીફા નાસી છૂટયો હતો. 

        આ મહિલા અહીં બીજી વાર હેર ટ્રીટમેન્ટ માટે આવ્યા હતા. દરમ્યાન સલૂન માલિકે તે મહિલાને પોતાની સાથે પ્રેમ સબંધ રાખવા અને મુંબઈ ફરવા લઈ જવાની વાત કરી હોવાનું ચર્ચામાં છે. 

      ભુજમાં ટોક ઓફ ધ ટાઉન બનેલ આ બનાવને પગલે મહિલા સંગઠન ઉપરાંત ધાર્મિક સંગઠન ના આગેવાનો પણ બનાવના સ્થળે દોડી આવ્યા હતા. ગરમાગરમી દરમ્યાન રીંગ રોડ ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો.

(9:47 am IST)