Gujarati News

Gujarati News

News of Saturday, 20th May 2023

ઉના : કેન્‍દ્રમાં ભાજપ સરકારને ૯ વર્ષ પૂર્ણ થતાં અવસરે વિવિધ કાર્યક્રમો

(નવીન જોષી દ્વારા) ઉના તા. ૨૦ : કેન્‍દ્રમાં ભાજપ સરકારને ૯ વર્ષ પૂર્ણ થઇ રહેલ હોય આ અવસરે વિવિધ કાર્યકરો યોજના અંગે શહેર-તાલુકા ભાજપની કારોબારી મીટીંગ મળી હતી. ઉના શહેર તથા તાલુકા ભાજપાની કારૉબારીની એક મીટીંગ ગીર સોમનાથ જિલ્લા ભાજપા પ્રમુખ મહેન્‍દ્રભાઈ પિઠીયાના અધ્‍યક્ષ સ્‍થાને ઉના નગરપાલિકા સભાખંડમાં મળેલી હતી. આ મીટીંગમાં પ્રદેશની સુચના અનુસાર કૅન્‍દ્ર સરકાર નવ વર્ષ પૂર્ણ થતાં હોય ૯ સાલ બૅમીશાલ'  અંતર્ગત યોજવાના થતા કાર્યક્રમોની ચર્ચા વિચારણાઓ કરવામાં આવી હતી.  ૨૦૨૪માં યોજાનાર લોકસભા ચુટણીની તૈયારી માં લાગી જવા કાર્યકરોને આહવાન કરવામાં આવ્‍યું હતું. આ મીટીંગમાં ધારાસભ્‍ય કાળુભાઇ રાઠોડ, જીલ્લા ભાજપના મહામંત્રી દિલીપભાઈ બારડ, ઉના તાલુકાનાના પ્રભારી રામભાઈ વાઢેર, જીલ્લા ભાજપના ઉપાધ્‍યક્ષ રાજુભાઇ ડાભી, પ્રકાશભાઈ ટાંક, જીલ્લા ભાજપના મંત્રી  પ્રવીણભાઈ આમહેડા, રમેશભાઈ કેશવાળા તથા ઉના તાલુકાના ભાજપના પ્રમુખ બાબુભાઈ ચૌહાણ મહામંત્રી વિજાભાઈ સોચા, રાવતસિહ પરમાર શહેર ભાજપા પ્રમુખ મિતેષભાઈ શાહ તથા મહામંત્રી  કાંતિભાઈ છગ, સુનિલભાઈ મુલચંદાણી તથા શહેર તાલુકા સંગઠનના હોદેદારો જીલ્લા પંચાયતના સદસ્‍યો, તાલુકા પંચાયતના સદસ્‍યો, નગરપાલિકાના સદસ્‍યો, શક્‍તિ કેન્‍દ્રના પ્રભારીઓ, સંયોજકો, પ્રમુખો તથા વિશાળ સંખ્‍યામાં કાર્યકરો ઉપસ્‍થિત રહ્યા હતા

(10:53 am IST)