Gujarati News

Gujarati News

News of Saturday, 20th May 2023

વિછીયાના ગોરૈયામાં ગાળો બોલવા મામલે હિતેષ જાંબુકીયા પર હુમલો

ગામના જ મેહુલ સહિતનાએ લાકડીથી ફટકાર્યો

રાજકોટ તા. ૨૦: વિછીયાના ગોરૈયા ગામે રહેતાં અને ખેત મજૂરી કરતાં હિતેષ બેચરભાઇ જાંબુકીયા (ઉ.૨૫)ને સાંજે ગામમાં હતો ત્‍યારે મેહુલ ટમારીયા સહિતે લાકડીથી માર મારતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના તોૈફિકભાઇ જુણાચે વિછીયા પોલીસને જાણ કરી હતી.

હિતેષના કહેવા મુજબ તેના કાકાનો દિકરો વિરેન ગામના પાદરમાંથી ચાલીને નીકળતાં મેહુલ સહિતે તેને કારણવગર ગાળો દીધી હોઇ પોતાને જાણ થતાં આ બાબતે મેહુલને સમજાવવા જતાં તેણે ઉશ્‍કેરાઇ જઇ હુમલો કર્યો હતો.

(11:47 am IST)