Gujarati News

Gujarati News

News of Saturday, 20th May 2023

જુનાગઢમાં દ્વારકાનાં પ્રૌઢનો ગેસ્‍ટ હાઉસમાં ગળા ફાંસો ખાઇને આપઘાત

વંથલીનાં વૃધ્‍ધની આત્‍મહત્‍યા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ર૦ :.. દ્વારકાનાં ભયાણ ચોક વિસ્‍તારમાં રહેતા બાવન વર્ષીય પ્રૌઢ બિપીનકુમાર નારણદાસ વિઠલાણી જુનાગઢનાં કાળવા ચોકમાં આવેલ ગૌતમ ગેસ્‍ટ હાઉસમાં રૂમ નં. ૬ માં ઉતર્યા હતાં.

ત્‍યારે ગેસ્‍ટ હાઉસનાં રૂમમાં ગળા ફાંસો ખાયને જીવાદોરી ટૂંકાવી લીધી હતી.

આ પ્રૌઢની આત્‍મહત્‍યા પાછળનું કારણ જાણવા મળેલ નથી. વિશેષ તપાસ પી. એસ. આઇ. ઓ. આઇ. સીદી ચલાવી રહ્યા છે.

આપઘાત

વંથલીના ભુતવાડી વિસ્‍તારમાં રહેતા ૬પ વર્ષીય કોળી મથુરભાઇ લઘુભાઇ સરવૈયાએ અકસ્‍માતમાં ગોઠણથી પગ ગુમાવ્‍યો હતો. જેથી તેઓ અપંગ થઇ જતાં ગળા ફાંસો ખાયને તેમણે જીવાદોરી ટૂંકાવી હતી.

(12:25 pm IST)