Gujarati News

Gujarati News

News of Saturday, 20th May 2023

દરગાહે જઇ રહેલા ભાણવડના તબરેજ બુખારીનું વાહન અકસ્‍માતમાં મોત

બાવળાવદર-પોરબંદર વચ્‍ચે ટુવ્‍હીલર સ્‍લીપ થયું: યુવાને રાજકોટમાં દમ તોડયોઃ એકના એક દિકરાના મોતથી પરિવારજનોમાં માતમ

રાજકોટ તા. ૨૦: દેવભુમિ દ્વારકા તાબેના ભાણવડ ગામે રહેતાં તબરેઝ મોસલીમભાઇ બુખારી (ઉ.વ.૨૯) નામના યુવાનનું વાહન અકસ્‍માતમાં મોત નિપજતાં પરિવારજનોમાં માતમ છવાઇ ગયો હતો.

ભાણવડ તકીયાવાડા મદ્રેસા ચોકમાં રહેતો તબરેઝ બુખારી ગઇકાલે શુક્રવાર હોઇ પોતાનું જ્‍યુપીટર ટુવ્‍હીલર હંકારી બાવળાવદર ગામે દરગાહે સલામ કરવા જઇ રહ્યો હતો. રસ્‍તામાં બાવળાવદર-પોરબંદર રોડ વચ્‍ચે ખીરસરા નજીક તેનું વાહન સ્‍લીપ થઇ જતાં તેને માથા, શરીરે ગંભીર ઇજા થતાં પોરબંદર હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. ત્‍યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં લાવવામાં આવ્‍યો હતો. પરંતુ અહિ તેનું મોત નિપજતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે ભાણવડ પોલીસને જાણ કરી હતી.

મૃત્‍યુ પામનાર તબરેઝ એક બહેનથી મોટો હતો અને નગરપાલિકામાં કોન્‍ટ્રાક્‍ટ બેઝ પર ઓફિસ બોયની નોકરી કરતો હતો. તેના લગ્ન થઇ ગયા હતાં અને સંતાનમાં એક પુત્ર છે. જેણે પિતાનું છત્ર ગુમાવતાં પરિવારજનોમાં માતમ છવાયો હતો.

(11:56 am IST)