Gujarati News

Gujarati News

News of Saturday, 20th May 2023

વાંકાનેર બાઉન્‍ડ્રી પાસે ૪૧.૮૪ લાખનો દારૂનો જથ્‍થો ભરેલ કન્‍ટેનર પકડાયુઃ દારૂ રાજકોટ જતો'તો

વિદેશી દારૂ-બિયરની ૯રપ પેટી સહિત પ૧.૯૧ લાખનો મુદ્દામાલ સાથે બે રાજસ્‍થાની શખ્‍સોને મોરબી એલસીબીએ ઝડપી લીધા

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર, તા. ર૦: મોરબી એલસીબી પોલીસ ટીમે વાંકાનેર બાઉન્‍ડ્રી નજીક વોચ ગોઠવી અમદાવાદથી રાજકોટ તરફ જઇ રહેલા બંધ બોડીના કન્‍ટેનર ટ્રકમાંથી અલગ અલગ બ્રાન્‍ડના વિદેશી દારૂ-બિયરની ૯રપ પેટી સાથે બે રાજસ્‍થાની આરોપીઓને ઝડપી પાડી પોલીસે કુલ રૂા. પ૧.૯૧ લાખનો મુદ્દામાલ કબ્‍જે કરી આરોપીઓ સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ગુન્‍હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી એલસીબી પીઆઇ ડી.એમ. ઢોલને ખાનગી રાહે બાતમી મળી હતી કે, અમદાવાદ તરફથી બંધ બોડીના ટ્રક કન્‍ટેનર નં. આર.જે. ૧૪ જીએફ ર૯૦ર માં દારૂ બિયરનો જંગી જથ્‍થો રાજકોટ તરફ લઇ જવામાં આવી રહ્યો છે, જેના આધારે એલસીબી ટીમે વાંકાનેર બાઉન્‍ડ્રી ટોલનાકા પાસે વોચ ગોઠવી બાતમી વાળો ટ્રક ત્‍યાંથી નીકળતા પોલીસે તેને રોકી તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂ બિયરની ૯રપ પેટી જથ્‍થો મળી આવ્‍યો હતો.

પોલીસથી ટ્રક કન્‍ટેનરમાંથી રોયલ ચેલેન્‍જ ફાઇન રીઝર્વ વ્‍હીસ્‍કીની ૯૬૦ બોટલ (કિંમત રૂા. ૪,૯૯,ર૦૦), મેઝીક મુમેન્‍ટ ગ્રીન એપલ વોડકાની ૧૧૧૬ બોટલ (કિંમત રૂા. ૪,૪૬,૪૦૦), મેકડોવેલ્‍સ-૧ કલેકશન વ્‍હીસ્‍કીની ર૩પર બોટલ (કિંમત રૂા. ૮,૮ર,૦૦૦), રોયલ સ્‍ટેગ સુપીરીયર વ્‍હીસ્‍કીની ૧૮૦ એમએમના ચપલા નંગ ૧૯ર૦ (કિંમત રૂા. ૧,૯ર,૦૦૦), ઓલ સીઝન વ્‍હીસ્‍કીની ૧૮૦ એમએલ ચપલા બોટલ નંગ-૪પ૬૦ (કિંમત રૂા. ૬,૮૪,૦૦૦), મેકડોવેલ્‍સ-૧ વ્‍હીસ્‍કીની ૧૮૦ એમએલની ચપલા બોટલ નંગ ૯૪૦૮ (કિંમત રૂા. ૯,૪૦,૦૦૦), હેવર્ડસ પ૦૦૦ સુપર સ્‍ટ્રોંગ બીયરના ટીન નંગ-પ૪૦૦ (કિંમત રૂા. પ,૪૦,૦૦૦) કબ્‍જે કરી ગુન્‍હાના કામમાં ઉપયોગમાં લેવાયેલ ટાટા ટ્રક કન્‍ટેનર કિંમત રૂપિયા ૧૦ લાખ, એન્‍ડ્રોઇડ મોબાઇલ ફોન એક કિંમત રૂપિયા પ૦૦૦ અને રોકડા રૂપિયા ર૧૦૦ સહિત કુલ રૂા. પ૧,૯૧,પ૦૦ ના મુદ્દામાલ સાથે ટ્રક ચાલક ભેરારામ ભાખરારામ બિશ્નોઇ, (રહે. બલાના તા. સાંચોર, જી. ઝાલોર રાજસ્‍થાન) અને ગોપાલ રત્‍નારામ બિશ્નોઇ (રહે. ડાંગર તા. સાંચોર જી. ઝાલોર, રાજસ્‍થાન)ની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ સાથે જ આ બનાવમાં આરોપી સુરેશ સુજાનારામ બિશ્નોઇ (રહે. જાખલ, હરીયાળી તા. સાંચોર જી. ઝાલાોર, રાજસ્‍થાન)નું નામ ખુલતા પોલીસે તેને ફરાર દર્શાવી ત્રણેય આરોપીઓ વિરૂદ્ધ વાંકાનેર તાલુકા પોલીસમાં પ્રોહિબીશન એકટ ૬પ-એ, ૬પ-ઇ, ૧૧૬-બી, ૮૧, ૮૩, ૯ર (ર) તથા આઇપીસી કલમ ૪૬પ, ૪૬૭, ૪૬૮, ૪૭૧ મુજબ ગુન્‍હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.  પોલીસે સુત્રોના જણાવ્‍યા મુજબ પકડાયેલ ડ્રાઇવર અને કલીનરને દારૂ ભરેલ કન્‍ટેનર રાજકોટ સુધી પહોંચાડવાની સુચના હતી અને રાજકોટ પહોંચ્‍યા બાદ નવી સુચના મળશે તેમ જણાવાયું હતું જો કે દારૂ ભરેલું કન્‍ટેનર રાજકોટ પહોંચે તે પૂર્વે જ મોરબી એલસીબીએ વાંકાનેર બાઉન્‍ડ્રી પાસેથી ઝડપી લીધું હતું.

(12:19 pm IST)