Gujarati News

Gujarati News

News of Saturday, 20th May 2023

ભાદરડેમ-૧માંથી ખેડૂતોને પ્રી -ખરીફ પાક માટે કેનાલમાં પાણી છોડાયું

વિરપુર,તા.૨૦ : ગત વર્ષ ખૂબ સારા વરસાદને પગલે ભાદર ડેમ ચોમાસામાં અનેકવાર ઓવરફલો થયો હતો. જેને કારણે ડેમમાં ઉનાળો પૂરો થવા આવ્‍યો છતાં ડેમમાં નોંધપાત્ર પાણીનો જથ્‍થો ઉપલબ્‍ધ હોવાથી સિંચાઈ વિભાગ દ્વારા ઓવરણ પાક માટે પણ પાણી આપવાનો નિર્ણય લેવાયો હતો. જેમાં આજે ઓવરણ પાક માટે ભાદર કેનાલમાં પાણી છોડાયું હતું.

  રાજકોટ, જૂનાગઢના એમ બે જિલ્લાઓના ૫૦ ગામોની ૬ હજાર હેકટર જેટલી ખેતીની જમીનને પ્રી ખરીફ પાકના પિયત માટે આજે ભાદર કેનાલમાં પાણી છોડવામાં આવ્‍યું હતું. ૫૦ ગામોના ૪૨૦૦ જેટલાં ખેડૂતોએ પ્રી ખરીફ માટે ફોર્મ ભરતા તેઓ કેનાલમાંથી પાણીનો લાભ મેળવી શકશે અને હજુ પણ જે ખેડૂતો કેનાલનું પાણી મેળવવા ઈચ્‍છતા હોય તે ફોર્મ ભરી શકે છે. ડેમમાં હાલ ૧૮.૯૦ ફૂટ જેટલી પાણીની સપાટી ધરાવવા સાથે કુલ ૧૬.૯૦ MCFT ફૂટ પાણીનો જથ્‍થો રહેલ છે. જેમાંથી ભાદર સિંચાઈ વિભાગ દ્વારા ૧૦૦૦ પ્‍ઘ્‍જ્‍વ્‍ પાણીનો જથ્‍થો પ્રી ખરીફ પાકના સિંચાઈ માટે આપવામાં આવશે જેનાથી ખેડૂતોના પાકને બે વાર પાણ મળી રહેશે. અને સિંચાઈ માટે પાણી આપ્‍યા બાદ પણ જેતપુર, રાજકોટ, વીરપુર, અમરનગર જૂથ યોજના અને ખોડલધામને ૩૧ ઓગષ્ટ સુધી પીવાનું પાણી મળી રહે તેટલો પાણીનો જથ્‍થો અનામત રાખવામાં આવ્‍યો છે તેમ ભાદર ડેમ સેક્‍શન ઓફિસર મિતેષ મોવલીયાએ જણાવ્‍યું હતું.

(12:44 pm IST)