Gujarati News

Gujarati News

News of Saturday, 20th May 2023

પોરબંદરઃ રહેણાંક મકાનમાંથી જૂગાર રમતા પકડાયેલ આરોપીઓનો નિર્દોષ-છૂટકારો

પોરબંદર તા. ર૦ :.. મિલપરા, ઝૂંડાળા શેરી નં. ૬ માં રહેણાંકના મકાનમાં બહારથી  માણસો બોલાવી હાર જીતનો જૂગારનો અખાડો ચલાવી રૂા. ૩૯,૪૦૦ ના રોકડ રકમ સાથે પકડાયેલ આરોપીઓને કોર્ટમાં નિર્દોષ છોડી મુકેલ હતાં.

અત્રે પ્રાપ્ત વિગત મુજબ પોરબંદર શહેરમાં આવેલ મીપરા, ઝૂંડાળા વિસ્‍તારમાં શેરી નં. ૬ માં પોતાના રહેણાંકના મકાનમાંથી બારથી માણસો બોલાવી પોતાના અંગત ફાયદા માટે રોન પોલીસ નામનો હારજીતનો જૂગાર રમી રમાડી, જૂગારનો અખાડો ચલાવી, રમનાર પાસેથી નાલની રકમ ઉઘરાવી અખાડો ચલાવનારના મકાનમાં તા. ૧૮-૩-ર૦ર૩ ના રોજ કમલાબાગ પોલીસ સ્‍ટેશન દ્વારા રેડ પાડતાં રેડ દરમ્‍યાન રોકડ રકમ રૂા. ૩૯,૪૦૦ જૂગારના સાહીત્‍ય સાથે મળી આવતાં પોરબંદરમાં રહેતા નાગાજણ મસરી ટીબા, દેવશી ગોગનભાઇ ઓડેદરા, અરશી છગન ખૂંટી, રાજૂ જીવનદાસ અગ્રાવત, જૂગારધારા કલમ ૪, પ મુજબ શીક્ષાને પાત્ર ગુન્‍હો નોંધી ફરીયાદ જાહેર થયેલી. તે ફરીયાદના આધારે ત.ક.અ. એ આરોપીઓ વિરૂધ્‍ધ પુરતો પુરાવો હોય, કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરે હતું.

ફરીયાદ પક્ષ નિશંક પણે તેવોનો કેસ સાબિત કરી શકેલ ન હોય, જેથી આરોપીઓને છોડી મુકવા પણ દલીલો કરેલી, ત્‍યારબાદ આરોપીઓને જૂગાર ધારા કલમ-૪, , મુજબ શીક્ષાને પાત્ર ગુન્‍હામાં નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ ફરમાવવામાં આવેલો હતો. આમ, મીલપરા, ઝૂંડાળા, શેરી નં. ૬ માં રહેણાંકના મકાનમાં બહારથી માણસો બોલાવી હારજીતનો જૂગારનો અખાડો ચલાવી રૂા. ૩૯,૪૦૦ નો રોકડ રકમ સાથે પડકાયેલ આરોપીઓ નિર્દોષ છૂટયા હતાં.

આ કામમાં આરોપી તરફે જે. પી. ગોહેલ ઓફીસ વતી એડવોકેટ એમ. જી. શિંગરખીયા, એન. જી. જોષી, વી. જી. પરમાર, પી. બી. પરમાર, રાહુલ એમ. શિંગરખીયા, જિજ્ઞેશ ચાવડા, મયુર સાવનીયા વિગેરે રોકાયેલા હતાં.

(12:45 pm IST)