Gujarati News

Gujarati News

News of Saturday, 20th May 2023

કચ્‍છ લોકસભા બેઠકના કોંગ્રેસ પ્રભારી દીપક વૈધના અધ્‍યક્ષસ્‍થાને મોરબીમાં લોકસભા ચુંટણી તાલીમ કાર્યક્રમ યોજાયો

 (પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા.૨૦ : આગામી વર્ષે યોજાનાર લોકસભા ચુંટણીની તૈયારીઓ રાજકીય પક્ષોએ શરુ કરી દીધી છે જેના ભાગરૂપે કચ્‍છ લોકસભા બેઠકના કોંગ્રેસ ભારી દીપક વૈધ  મોરબીની મુલાકાતે આવ્‍યા હતા જ્‍યાં હોદેદારો અને કાર્યકરો સાથે મીટીંગ કરી હતી અને વિવિધ મુદે ચર્ચા કરવામાં આવી હતી

 ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશભાઈ ઠાકોરની સુચના મુજબ લીડરશીપ ડેવલોપમેન્‍ટ પ્રોજેક્‍ટ કાર્યક્રમ હેઠળ આગામી ૨૦૨૪ની લોકસભા ચુંટણીની તીયારીના ભાગરૂપે જીલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે લોકસભા ચુંટણી ટ્રેનીંગ કાર્યક્રમ યોજાયો હતો જેમાં કચ્‍છ લોકસભાના પ્રભારી દીપક વૈધ્‍યએ ઉપસ્‍થિત રહીને કાર્યકરો અને આગેવાનો સાથે મીટીંગ કરી હતી અને જરૂરી માહિતી તેમજ માર્ગદર્શન પૂરું પાડ્‍યું હતું.

 પ્રભારી દીપક વૈધ્‍યએ જણાવ્‍યું હતું કે   અગાઉ કચ્‍છમાં તેઓએ દરેક વિધાનસભા બેઠક દીઠ મુલાકાત કરી કાર્યકરો સાથે ચર્ચા કરી હતી તેવી જ રીતે મોરબીમાં કોંગ્રેસી કાર્યકરો અને આગેવાનો સાથે આજે પરિચય કેળવ્‍યો છે અને લોકસભા ચુંટણીને ધ્‍યાને લઈને યાદી તૈયાર કરવામાં આવી રહી છે જેમાં કોને શું જવાબદારી સોપવી તેની ચર્ચા કરવામાં આવી હતી સાથે જ લોકસભા બેઠક પર જીત મળશે તેવો વિશ્વાસ વ્‍યક્‍ત કર્યો હતો મોરબી જીલ્લામાં આવતા દરેક જીલ્લા પંચાયત સીટ પર અલગ અલગ વ્‍યક્‍તિને જવાબદારી સોપવામાં આવશે અને જીતવા માટે કાર્યકરોને કામે લાગી જવા હાકલ કરી હતી.

(1:00 pm IST)