Gujarati News

Gujarati News

News of Saturday, 20th May 2023

આદિત્‍યાણામાં રહેણાંક મકાનમાંથી દારૂની ૪૯ શીલપેક બોટલો ઝડપાઇ

પોરબંદર તા. ર૦ : આદિત્‍યાણામાં રાજ દેવશીભાઇના મકાનમાંથી પોલીસે પરપ્રાતીય ઇંગ્‍લીશ દારૂની ૪૯ શીલપેક બોટલો કિંમત રૂા. રપ૪૮૦ નો પકડી પાડયો છે. દારૂ દરોડા દરમિયાન આરોપી નાસી ગયેલ છે. એલ.સી.બી. ઇન્‍ચાર્જ પો.ઇન્‍સ એચ.એમ.જાડેજા તથા એલ.સી.બી.સ્‍ટાફ પેટ્રોલીંગમાં હતા .

દરમ્‍યાન હેડ કોન્‍સ્‍ટેબલ ઉદયભાઇ વરૂ તથા ગોવિંદભાઇ મકવાણાએ બાતમીને આધારે આદિત્‍યાણા ગામ નવાપરા વિસ્‍તારમાં રાજ કરાવદરાના મકાનને ચેક કરતા મકાનના અંદરના રૂમમાં રાખેલ સેટી, પલંગ પાસે ખુણામાં ભારતીય બનાવટના વિદેશી દારૂ કંપનીને ફોર સેલ ઇન પંજાબ ઓન્‍લીના માર્કાની કાચની ૭પ૦ એમએલ ભરેલ કંપની શીલપેક બોટલો નંગ ૪૯ ભરેલ ઝબલા નંગ ૮ કિ. રૂા.રપ,૪૮૦ નો મુદામાલ કબ્‍જે કરી મજકુર આરોપી વિરૂધ્‍ધ રાણાવાવ પોલીસ સ્‍ટેશનમાં પ્રોહીબીશનનો ગુન્‍હો રજી. કરાવેલ છ.ે

આ દારૂ દરોડો પાડવાની કામગીરીમાં પોરબંદર એલસીબી પીઆઇ એચ.એમ. જાડેજા, એએસઆઇ બટુકભાઇ વિંઝુડા, એચસી ઉદયભાઇ વરૂ, ગોવિંદભાઇ મકવાણા, લક્ષ્મણભાઇ ઓડેદરા, ડ્રા. પી.સી. રોહિતભાઇ વસાવા વિગેરે રોકાયેલ હતા

(12:52 pm IST)