Gujarati News

Gujarati News

News of Saturday, 20th May 2023

રાજકોટમાં ગુન્‍હો આચરનાર ત્રણ જીલ્લાનો ફરાર આરોપી બે વર્ષે મહેસાણામાં ઝબ્‍બે

જુનાગઢ તા. ર૦ :.. માળીયા પો. સ્‍ટે.ના ગુ. ર. નં. ૧૧ર૦૩૦૩૬ર૧૦૩ર૧-ર૧ પ્રોહી. કલમ ૬પ-ઇ. ૮૧,૯૮ (ર) પ્રોહીબીશનના ગુન્‍હામાં બે વર્ષથી નાસ્‍તા ફરતા આરોપી ગૌરાંગ ઉર્ફે વિજયસિંહ પ્રહલાદભાઇ રાવલ રહે. મહેસાણા સરદાર પાર્ક સરદાર પાર્ક સોસાયટી બ્‍લોક નં. ૧ મહેસાણા ને પકડવા સારું મહેસાણા એલ. સી. બી. નો સંપર્ક કરેલ. ઉપરોકત માહિતી આધારે ત્‍યાંની પોલીસે હકિકત મેળવેલ. પરંતુ જે તે વખતે આરોપી વિશે હકિકત મળેલ નહી. બાદ આરોપી બાબતે ત્‍યાંની એલ. સી. બી. સાથે સંપર્કમાં રહેતા ઉપરોકત આરોપી મહેસાણાથી મળી આવતા મહેસાણા એલ. સી. બી. દ્વારા સીઆરપીસી-૪૧, ૧ આઇ. મુજબની કાર્યવાહી કરેલ.

આ આરોપી ઝડપાતા રાજકોટ ભકિતનગર પો. સ્‍ટે. ગુ. નં. ૧૩૧૯-ર૦ પ્રોહી. કલમ ૬પ-એ. ઇ., ૧૧૬ બી-૯૮ (ર) ૮૧ નો ભેદ પણ ઉકેલાયો છે.

ક્રાઇમ બ્રાન્‍ચના ઇ.ચા. પો. ઇ. જે. જે. પટેલ તથા પેરોલ ફર્લો સ્‍કોડના પીએસઆઇ વી. કે. ઉંજીયા, એ. એસ. આઇ. ઉમેશભાઇ વેગડા, પો. હેડ કો. સંજયભાઇ વઘેરા તથા પો. હેઙ કો. પુનાભાઇ હુંણ, પો. કો. દિનેશભાઇ છૈયા, પો. કો. જયેશભાઇ બામણીયા તેમજ મહેસાણા એલસીબીના પોલીસ સ્‍ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે.

(1:11 pm IST)