Gujarati News

Gujarati News

News of Saturday, 20th May 2023

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે ભગવાનશ્રી દ્વારકાધીશના દર્શન કર્યા : પૂજારી દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી પૂજન - અર્ચન સાથે સાથે પાદુકા પૂજન

દેવભૂમિ દ્વારકા - ખંભાળિયા:: કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઇ શાહ આજે દ્વારકા જિલ્લાની મુલાકાતે પધાર્યા છે. કેન્દ્રીય ગૃહ મંત્રીએ જગત મંદિર ખાતે ભગવાનશ્રી દ્વારકાધીશના દર્શન કર્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહએ દ્વારકા મંદિરના પૂજારી દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી પૂજન - અર્ચન સાથે સાથે પાદુકા પૂજન પણ કરાવવામાં આવ્યું હતું.આ તકે સાંસદ પૂનમબેન માડમ, દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક,અધિક નિવાસી કલેકટર  ભૂપેશ જોટાણીયા, રેન્જ આઇજી અશોકકુમાર યાદવ, જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેય, પ્રાંત અધિકારી દ્વારકા પાર્થ તલસાણીયા, નાયબ પોલીસ અધિક્ષક સમીર સારડા, જિલ્લા ભાજપ પ્રમુખ મયુર ગઢવી, સંગઠન અગ્રણીઓ વી. ડી.મોરી, પાલાભાઈ કરમુર, સંજય નકુમ, નથુભાઈ ચાવડા, રમેશ હેરમાં, જીતેન્દ્ર કણઝારિયા, અનિલ ચાવડા, જે.કે.હાથિયા, વનરાજભા માણેક, શક્તિસિંહ જાડેજા સહિતના ઊપસ્થિત રહ્યા હતા.( તસવીર - અહેવાલ :: કૌશલ સવજાણી , વિનુભાઈ સામાણી , દીપેશ સામાણી - ખંભાળિયા - દ્વારકા)

 

(2:27 pm IST)