Gujarati News

Gujarati News

News of Saturday, 20th May 2023

ચેક રિટર્નના કેસમાં વાંકાનેર કોર્ટ દ્વારા આરોપીનો નિર્દોષ-છુટકારો

વાંકાનેર,તા. ૨૦ : હાથ ઉછીના આપેલ રૂપિયા ૧,૮૦,૦૦૦ની ચુકવણી પેટે આપેલ ચેક રીટર્નનો કેસ ચાલી જતા કોર્ટે આરોપીનો નિર્દોષ છુટકારો ફરમાવેલ હતો.

આ કેસની હકિકત એવી છે કે વાંકાનેરના રહેવાસી કૌશિક ગગજીભાઇ ધરોડીયાએ તેના મિત્ર યોગેશ મનસુખભાઇ વારેવાડીયાએ કૌશિક ગગજીભાઇ ધરોડીયાને ચેક આપેલ હતો જે ચેક રીર્ટન થતા કૌશિક ગગજીભાઇ ધરોડીયા એ તા. ૨૬/૧૦/૨૦૨૧ના રોજ તેમના વકીલ મારફતે લીગલ નોટીસ આપેલ અને નિયત સમયમર્યાદામાં તે રકમ આરોપી નહીં ચુકવતા તે અંગેની ફરિયાદ કૌશિક ગગજીભાઇ ધરોડીયાએ વાંકાનેર કોર્ટમાં આ મોરબીમાં રહેવાસી યોગેશ મનસુખભાઇ વારેવાડીયા વિરૂધ્‍ધ તેમના વકીલ મારફતે તા. ૬/૧૨/૨૦૨૧ના રોજ દાખલ કરેલ.

ત્‍યારબાદ આ આરોપી હાજર નહિ થતા કોર્ટે વોરંટ કાઢેલ અને હાજર રખાવેલ ત્‍યારબાદ સદરહું કેસ નામદાર શ્રી આત્‍મદીપ શર્માની કોર્ટમાં ચાલી જતા આ કામના ફરિયાદીએ પોતાનો કેસ નિઃશંકાપણે સાબિત કરેલ હોય અને ફરિયાદીના વકીલશ્રી ફારૂક એસ.ખોરજીયાએ કરેલ. દલીલો અને હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના રજુ કરેલ ચુકાદાને માન્‍ય રાખીને આ કામના આરોપી યોગેશ મનસુખભાઇ વારેવાડીયાને શ્રી આત્‍મદીપ શર્માએ એક વર્ષની સજા અને ૨,૫૦,૦૦૦નો દંડ અને જો દંડની રકમ ન ભરે તો વધુ ૩ માસની સજા તથા ફરિયાદીને વળતર પેટે રકમ રૂપિયા ૨,૫૦,૦૦૦ ચુકવવાનો હુકમ કરેલ છે.

આ કામના ફરિયાદી વતી વકીલ તરીકે ફારૂક એસ.ખોરજીયા, નાસીર એમ.જામ અને કૌશરબાનુ ખોરજીયા રોકાયેલ હતા.

(3:01 pm IST)