Gujarati News

Gujarati News

News of Saturday, 20th May 2023

ભાવનગરમાં મહત્તમ તાપમાન ઊંચકાતા ફરી ગરમી વધી

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર: ગોહિલવાડ પંથકમાં માવઠાને કારણે ત્રણ દિવસ ગરમીમાં રાહત રહ્યા બાદ ફરી ગરમીનું જોર વધ્યું છે.
ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન આજે 38.8 ડીગ્રી નોંધાયું હતું. જ્યારે લઘુતમ તાપમાન 28.0 ડિગ્રી રહેવા પામ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 35 ટકા નોંધાયું હતું જ્યારે પવનની ઝડપ 24 કિમી પ્રતિ કલાકની રહેવા પામી હતી

(6:37 pm IST)