Gujarati News

Gujarati News

News of Saturday, 20th May 2023

સુરેન્દ્રનગરના ધોળી ધજા ડેમમાં 3 બાળકો ડૂબ્યા :5 બાળકો ન્હાવા પડ્યા હતા :2 બાળકોને બહાર કઢાયા: 3ની શોધખોળ

ડેમમાં ડૂબનારા બાળકોમાં તેજસ, શ્રેય અને મહેશ નામના બાળકો સહિત અન્ય બે બાળકો પોતાના એક્ટિવા લઈને ડેમમાં ન્હાવા માટે આવ્યા હતા

સુરેન્દ્રનગરના  ધોળી ધજા ડેમમાં 5 પૈકી 3 બાળકો ડૂબ્યા છે. આ ત્રણેય બાળકોની શોધખોળ હાથ ધરાઈ છે. બાળકોને શોધવા માટે ફાયર બ્રિગેડની પણ મદદ લેવાઈ રહી છે. ડેમમાં 5 બાળકો ન્હાવા પડ્યા હતા જે પૈકી 2 બાળકોને સલામત બહાર કઢાયા છે, જ્યારે ત્રણ બાળકોની શોધખોળ ચાલી રહી છે. જો કે સૂત્રો દ્વારા મળતી જાણકારી અનુસાર રાત્રે શોધખોળ જોખમી હોવાથી હવે વહેલી સવારે શોધખોળ હાથ ધરાશે. ત્રણેય બાળકો ગરમીના કારણે ડેમમાં ન્હાવા પડ્યા હતા.

   ઘટનાની જાણ થતા જ સ્થાનિકો અને ફાયર બ્રિગેડની ટીમ ધોળી ધજા ડેમ પહોંચી હતી અને શોધખોળ હાથ ધરી હતી. જો કે રાત હોવાથી અંધકારને કારણે શોધખોળ બંધ કરાઈ હતી. વહેલી સવારે ફરી શોધખોળ કરાશે. સૈની યોજનામાં ડેમ પાણી પૂરો પાડતો હોવાના કારમે 18 ફુટ જેટલો ડેમ ભરેલો છે.

  ડેમ પાસેથી કિશોરોની ટુવ્હીલર પણ મળી આવ્યા છે. ડેમમાં ડૂબનારા બાળકોમાં તેજસ, શ્રેય અને મહેશ નામના બાળકો સહિત અન્ય બે બાળકો પોતાના એક્ટિવા લઈને ડેમમાં ન્હાવા માટે આવ્યા હતા અને ડૂબી ગયા હતા. બાકીના બે કિશોરો જણાવે છે કે અમે પાંચ મિત્રોમાંથી ત્રણ મિત્રો ન્હાવા પડ્યા. એ ત્રણેય મિત્રો ડેમમાં ડૂબી ગયા હતા.

(10:04 pm IST)