Gujarati News

Gujarati News

News of Saturday, 20th May 2023

મોરબીના લીલાપર ગામે મચ્છુ નદીના કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ.

મોરબીમાં તાલુકા પોલીસે ચોક્કસ બાતમીને આધારે લીલાપર ગામે મચ્છુ નદીના કાંઠે દરોડા પાડતા ફળીયા માથી દેશી દારૂની ભઠ્ઠી મળી આવી હતી.જ્યાં ભઠ્ઠી ચલાવનાર શખ્શ રેઇડ દરમ્યાન સ્થળ પર હાજર નહીં મળી આવતા તેને કાયદાના સકંજામાં લેવા પોલીસે તજવીજ હાથ ધરી છે.

આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર તાલુકા પોલીસે ચોક્કસ બાતમીને આધારે લીલાપર ગામે ધ્રુવ ક્રાફટ કારખાના પાછળ મચ્છુ નદીના કાંઠે બાવળની કાંટમાં દરોડા પાડ્યા હતા. જ્યાં દેશી દારૂ બનાવવાનો ઠંડો આથો લીટર ૪૦૦ કિમત રૂપિયા ૮૦૦ તથા ભઠ્ઠીના સાધનો પતરાનું બેરલ નંગ-૧ એલ્યુમીનીયમ બકળીયુ નંગ-૧ સાધનો નળી સાથેની પાટલી નંગ-૧ મળી કુલ મુદામાલ કિમત રૂપિયા ૮૦૦નો મુદામાલ મળી આવ્યો હતો. જ્યારે રેઇડ દરમ્યાન ભઠ્ઠી ચલાવનાર આરોપી નવઘણ જેઠાભાઇ દેગામા મળ્યો ન હતો.જેથી પોલીસે તેના વિરુદ્ધ પ્રોહિ.કલમ- ૬૫(એફ) મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

(12:03 am IST)