Gujarati News

Gujarati News

News of Saturday, 20th May 2023

આઇ.ટી.આઇ અમરેલી ખાતે ફ્રી સમર સ્કિલ ડેવલપમેન્ટ કેમ્પ-૨૩ યોજાશે

બેચ પ્રમાણે અનુક્રમે તા. ૨૨/૦૫/૨૦૨૩, તા. ૨૪/૦૫/૨૦૨૩ થી તા. ૨૮/૦૫/૨૦૨૩ સુધીમા રજિસ્ટ્રેશન કરાવવું

અમરેલી:જિલ્લાના ધો.૮ પાસ કે તેથી વધુ લાયકાત ધરાવતા ઉમેદવારો સંસ્થાની તાલીમથી વાકેફ થાય તેમજ ઉમેદવારોને રોજગારીલક્ષી માર્ગદર્શન મળી રહે અને ઉમેદવારોના ઉજ્જ્વળ કારકિર્દીના ઘડતર માટે જરુરી તથા કૌશલ્ય વિકાસના હેતુસર તા.૨૩/૦૫/૨૦૨૩ થી તા.૩૦/૦૫/૨૦૨૩ સુધી સવારે ૧૦:૦૦ કલાક થી બપોરે ૦૩:૦૦ કલાક સુધી આઇ.ટી.આઇ અમરેલી ખાતે અનુક્રમે ૩ તબક્કામાં તથા અમરેલી જિલ્લાની તમામ આઇ.ટી.આઇ ખાતે  'FREE SUMMER SKILL DEVELOPMENT CAMP-2023'નુ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કમ્પ્યુટર ગ્રુપ, સિવણ ગ્રુપ, ઇલેક્ટ્રીકલ ગ્રુપ, મિકેનિકલ ગ્રુપ, સિવિલ ગ્રુપ જેવાં વિવિધ ગ્રુપની ૦૨ દિવસની પ્રાયોગિક તાલીમ પૂર્ણ કર્યા બાદ તમામ લાભાર્થીઓને પ્રમાણપત્ર તથા પ્રથમ ક્રમ મેળવનારને પારિતોષિક એનાયત કરવામાં આવશે. આ સંસ્થા સંપૂર્ણપણે સરકારી સંસ્થા છે. આથી ધો. ૦૮ પાસ કે તેથી વધુ લાયકાત ધરાવતા અને લાભ લેવા ઇચ્છતા તમામ ઉમેદવારો (૦૨૭૯૨) ૨૨૩૮૨૨ પર વધુ માહિતી મેળવીને પોતાનુ નામ લખી વ્હોટ્સએપ મેસેજ કરી બેચ પ્રમાણે અનુક્રમે તા.૨૨/૦૫/૨૦૨૩, તા. ૨૪/૦૫/૨૦૨૩થી તા. ૨૮/૦૫/૨૦૨૩ સુધીમા રજિસ્ટ્રેશન કરાવવું. તેમ  આચાર્ય, ઔદ્યોગિક તાલીમ સંસ્થા,અમરેલીના આચાર્ય ડૉ. તેજલબેન ભટ્ટે  યાદીમાં જણાવ્યું છે

   
(1:11 am IST)