Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

NDPS ના ગુન્હામાં નાસતા ફરતા આરોપી સમીર બસરને પકડી પડતી જામનગર એસ,ઓ,જી,

જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સુચનાથી જામનગર જીલ્લાના નાસતા ફરતા આરોપીઓને પકડવા અંગે એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટર કે.કે.ગોહીલના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી.ના સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમા પેટ્રોલીંગમા રહેલ હતા,દરમ્યાન એસ.ઓ.જી. સ્ટાફના પોલીસ હેડ કોન્સ. હર્ષદભાઇ ડોરીયા હક્કિત મળેલ કે જામનગર પંચકોષી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ના બી-પાર્ટ ગુ.ર.નં. ૧૧૨૦૨૦૪૫૨૨ ૦૪૨૫/૨૦૧૨ એન.ડી.પી.એસ એકટની કલમ-૮(સી),૨૨(સી),૨૯ મુજબના ગુન્હામાં નાસતા-ફરતા આરોપી સમીર ઇકબાલભાઇ બસર રહે, વાઘેર વાડો જામનગર વાળો હાલ હાપા રેલ્વે સ્ટેશન પાસે ઉભેલ છે જેથી સદર જગ્યાએ જતા ઉપરોકત નામ વાળૉ આરોપી મળી આવેલ હોય જેથી મજકુર આરોપીને પોલીસ હેડ કોન્સ અરજણભાઇ કોડીયાતર એ હસ્તગત કરી આગળની કાર્યવાહી થવા માટે પંચકોષી “એ” ડીવીઝન પોલીસ સ્ટેશનને સોપી આપેલ છે. આરોપીસમીર ઇકબાલભાઇ બસર (ઉવ.૨૬)( ધંધો-મચ્છીનો છુટક વેપાર) (  રહે,વાઘેર વાડો મચ્છી માર્કેટ જામનગર) ને પકડી પાડ્યો છે

 

   
(11:10 pm IST)