Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

આર્ટ ઓફ લિવિંગ ગાંધીધામમાં ઉજવાયો મેગા હેપીનેસ પ્રોગ્રામ : લોકોમાં તણાવમુક્‍તનો યજ્ઞ

અબ ખુશીઓ કી ક્રાંતિ આયેગી : આર્ટ ઓફ લિવિંગ ગાંધીધામની પહેલ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૦ : ગાંધીધામ ખાતેᅠ ૭ જૂનથી ૧૨ જૂન દરમિયાન મેગા હેપીનેસ પ્રોગ્રામનું આયોજન થયેલ હતું. આ પ્રોગ્રામ આર્ટ ઓફ લિવિંગ હોલ હેમુ કલાની નગર આદિપુરમાં આયોજન ૩ અલગ અલગ સમય માં કરવામાં આવે હતું. આ પ્રોગ્રામમાં ૨૨૫થી પણ વધારે લોકોના જીવનમાં એક નવું આયામ અનુભવ્‍યું, અનેક માનસિક શારીરિક અને સબંધોની પીડાઓમાં રાહત મળી.

આ કાર્યક્રમમાં પોતાના અંદર રહેલા ગુસ્‍સા, ચીડચિડ, ચિંતાઓ, ગિલ્‍ટ, શારીરિક થાક,દુખાવા, આળસ તેમજ બીજા નેગેટીવ વિચારો દૂર કરવાની ૧૫૬ થી પણ વધારે દેશ માં પ્રખ્‍યાત સુદર્શન કિયા શિખવવામાં આવેલ હતી અને અધ્‍યાત્‍મ ની ઉચ અનુભૂતિ મેળવી, જીવનને ઉત્‍સાહ પ્રેમ અને મસ્‍તી બનાવતી પ્રક્રિયાઓ કરી ઉત્‍સવ મનાવ્‍યા, તેમજ સમાજ પરિવર્તન કરવા માટે ના સંકલ્‍પો લીધા. આ મહિનામાં ૩૦,૦૦૦થી વધુ લોકો માં તણાવ મુક્‍તિ તથા હેપીનેસ ક્રાંતિ પ્રેરિત સંદેશો દેવાયા.

આર્ટ ઓફ લિવિંગ છેલ્લા ૪૦ વરસ માં ૧૫૬ કરતા પણ વધારે દેશમાં ૪૫ કરોડ લોકોના જીવન માં જ્ઞાન, ધ્‍યાન, સત્‍સંગ, રોજગાર, ખેતી, નેતૃત્ત્વ દ્વારા લાભ અપાયા છે,ᅠ શ્રી શ્રી રવિશંકરજીનું કહેવું છે કે દરેક વ્‍યક્‍તિ તણાવ મુકત રહે, વ્‍યસન મુક્‍ત રહે, હેલ્‍થી રહે અને તેના માટે હંમેશ કાર્યરત રહે છે અત્‍યારે પણ શ્રી શ્રી રવિશંકરજી શાંતિના મિશન સાથે વિદેશ યાત્રામાં રોજના હજારો લોકોને અલગ અલગ શહેરમાં જઈને પ્રેરિત કરી રહ્યા છે - આઇ સ્‍ટેન્‍ડ ફોર પીસ મિશન. કોરોના સમય માં ગુરુદેવ દ્વારા દરરોજ ૨ ટાઇમ ધ્‍યાન અને વ્‍યાખ્‍યાન દ્વારા લાખો ભઇભિત લોકો, ડોક્‍ટરો, દર્દીઓએ દેશ અને વિદેશમાં આ લાભ લીધેલ હતોᅠ અત્‍યારે ગાંધીધામના આ પ્રોગ્રામમાં કચ્‍છના ૨૨ વર્ષથી જોડાયેલ નરેન્‍દ્રભાઇ કચ્‍છી તેમજ કચ્‍છના ઝોન ટીચર કો ઓર્ડીનેટર અશોક પરીખ તેમજ યુવા ટીચર અક્ષય કરછી જીનલ કોટકᅠ અર્ચના પરમારᅠ હેમલતાબેન, ઇવાબેન ઠક્કર, પ્રવિણા અબોટી, મીના અગ્રાવત દ્વારા હેપ્‍પીનેસ પ્રોગ્રામ કરવવમાં આવેલ હતો.

આ પ્રોગ્રામમાં દરેક વ્‍યક્‍તિને ખૂબ સરસ અનુભવો થયા હતા અને તણાવથી મુકત અને તરોતાજા થયેલ હતા આ પ્રોગ્રામ ના આયોજન માં જયશ્રી બેન ખાલસા, નરેશભાઈ કટારીયા,ᅠ રેશમા મીરાણી, પાવની, સાઈ, નીતિન, સંકલ્‍પ, હરીશ, યાત્રી, પૂજા, ગોપી, સરસ્‍વતી, ભૂમિકા, કવિતા, દર્શના, હિરલ, મિત, વિજય તિલોકાની, અલ્‍પાબેન ભાનુશાલી, હેમંત ગુજ્જર, જયશ્રી પટેલ, રેખા લાલચંદાની, સીએ નરેન્‍દ્ર પટેલ, મનીષ અગ્રવાલ, જય સહાની, વિજય મેવાડા, અંજલિ પાટીલ અને પાટીલ ભાઈ તેમજ અનેક સ્‍વયંસેવકે સેવા આપેલ હતી અને પ્રોગ્રામને સફળ બનાવવા માટે આર્ટ ઓફ લિવિંગના ગુજરાત અપેક્‍સ મેમ્‍બર જગદીશભાઈ સોલંકી ડીડીસી જગદીશ નહતા નવનીત ભાઇ હરપાલ સિંહ ખૂબ મહેનત કરવામાં આવેલ હતી એવું નરેન્‍દ્રભાઇ કચ્‍છી ની યાદી માં જણાવેલ હતું આર્ટ ઓફ લિવિંગના ગાંધીધામ તેમજ આદિપુરના ૩ સેન્‍ટરમાં દર રવિવારે સુદર્શન ક્રિયા કરાવવામાં આવે જેમાં દરેક સાધકો જોડાઈ શકે છે. તેમજ આ પછી ફરીથી મેગા હેપ્‍પી નેસ પ્રોગ્રામનું આયોજન ૫ જુલાઈ થી કરવામાં આવેલ છે, તેમજ એક સંકલ્‍પ લેવામાં આવે છે કે ગાંધીધામ આદિપુરને એક સુંદર સમાજ, તણાવ મુક્‍ત, ક્રાઇમ મુક્‍ત સ્‍થાન બનાવું એમાં સર્વે સ્‍વયંસેવક- આગેવાનોને આવકાર્ય છે અને આ હેતુ અથવા જીવનની સમસ્‍યાઓ/તણાવ હેતુ હેલ્‍પલાઇન નંબર પર સંપર્ક કરી શકે છે - ગાંધીધામ ૭૦૧૬૮ ૧૦૯૫૫ આદિપુર ૯૮૭૯૭ ૨૫૫૨૪, ૭૦૪૬૭ ૩૭૬૮૧ સંપર્ક કરી શકે છે.

(10:23 am IST)