Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

મોટી પાનેલીમાં બાળકોનું અનોખું અભિયાન : યોગ જાગૃતિ યાત્રા

 મોટી પાનેલી,તા.૨૦ : ઉપલેટા તાલુકાના મોટી પાનેલીમાં નાના બાળકોએ સુંદર અને અનોખુ અભિયાન હાથ ધરતા આગામી  આંતરરાષ્ટ્રીય યોગદિન એકવીસ જૂન ના દિવસે લોકોમાં યોગ જાગૃતિ માટે ગામે ગામ ગલી ગલી યોગજાગૃતિ યાત્રા કાઢી યોગ  પ્રાણાયામ સૂર્ય નમસ્કાર લોકો સમક્ષ કરી બાળકો યોગ પ્રાણાયામ તેમજ સૂર્ય નમસ્કાર ના ફાયદાઓ લોકોને સમજાવશે સાથે પત્રિકા વહેંચી યોગ માટે જાગૃત થવા પ્રેરિત કરી બાળકોમાં યોગ ની ટેવ પાડવા સમજાવશે સાથેજ રેલી સ્વરૂપે પાનેલી તેમજ આજુબાજુ ના તમામ ગામડાઓ માં ફરી યોગના નારા લગાવી લોકોમાં ઉત્સાહ જગાવવાનો પ્રયાસ કરવામાં આવશે લોકો સમક્ષ બાળકો જુદા જુદા આસન સાથે સુર્ય નમસ્કાર તેમજ પ્રાણાયામ કરીને દેખાડશે બાળકો ના આ સુંદર અભિયાન સાથે લોકો જોડાય તેવો પ્રચાર શાળા દ્વારા સોસીયલ મીડિયા ના માધ્યમ થી કરવામાં આવેલ છે.

(12:04 pm IST)