Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

માલવણ પાસે ટ્રકમાં ટાયર બદલતા ચાલક ઉપર પાછળથી ટ્રક ભટકાતા મોત : હેવમોરનો આઇસ્ક્રીમ રસ્તા ઉપર વેરવિખેર થયો

વઢવાણ,તા. ૨૦: અમદાવાદની જે.કે.પટેલ ટ્રાન્સપોર્ટ કંપનીની ગાડી લઇને ભુરસીંગ નાથુસીંગ રાવત હેવમોર કંપનીનો આઇસક્રીમ ભરીને ભુજ જવા નીકળ્યા હતા. ત્યારે અમદાવાદ-ભુજ હાઇવે પર માલવણ હાઇવે પર કચોલિયાના બોર્ડ પાસે એમની ગાડીમાં પંકચર થતાં તેઓ રસ્તાની સાઇડમાં ગાડીમાં જેક ચઢાવી વ્હીલ બદલાવી રહ્યાં હતા. ત્યારે પાછળથી પુરઝડપે આવી રહેલા ટ્રકના ચાલકે અચાનક સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા બેકાબુ ટ્રક રસ્તામાં પંકચર પડેલી ગાડી પાછળ ધડાકાભેર અથડાતા ગાડીને વ્યાપક નુકશાન પહોંચ્યું હતું. તેમજ ગાડીમાં ભરેલો હેવમોર કંપનીનો આઇસક્રીમ રસ્તામાં વેરવિખેર થઇ ગયો હતો. આ અકસ્માતની ઘટનામાં પંકચર પડેલી ગાડીમાં ટાયર બદલી રહેલા ભુરસીંગ નાથુસીંગ રાવતને હાથે, પગે અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજયું હતું.

માલવણ હાઇવે પર કચોલિયાના બોર્ડ પાસે અકસ્માતની ઘટના બાદ ટ્રક ચાલક હાઇવે પર જ ટ્રક મૂકી ફરાર થઇ ગયો હતો. આ ઘટનાની જાણ થતાં બજાણા પોલીસે તાકીદે ઘટનાસ્થળે દોડી જઇ મૃતકની લાશને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ બનાવ અંગે મૃતક ભુરસીંગ નાથુસીંગ રાવતના ભત્રીજા મોહનસીંગ ગોપાલસીંગ રાવતની ફરીયાદના આધારે બજાણા પોલીસે ફરાર ટ્રક ચાલક વિરુદ્ઘ અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ બજાણા પોલીસ મથકના પીએસઆઇ એન.એ.ડાભી ચલાવી રહ્યાં છે.

ધ્રાંગધ્રામાં વ્યાજખોરોએ મારી નાખવા ધમકી આપી

ત્યારે  યુવાન દ્વારા અમુક રકમ ચૂકવી  દીઘા બાદ આરોપી દ્વારા વધુ  રકમની કડક ઉઘરાણી કરી  મહેશભાઈ રબારી, દેવશીભાઈ  રબારી અને મેરાભાઈ રબારી દ્વારા  જુબેરભાઈ મુસ્તુભાઈ મંડલી પાસે  આવી નાણાની કડક ઉઘરાણી કરી  ગાળો દઈ ઉશ્કેરાઈ જઈને હુમલો  કર્યો હતો. અને ઢીકાપાટુનો  મારમારી જાનથી મારી નાંખવાની  ધમકી આપતા મહેશભાઈ  રબારી, દેવશીભાઈ રબારી અને  મેરાભાઈ રબારી સામે ધ્રાંગધ્રા  સીટી પોલીસમાં ફરીયાદ નોંધાવી  હતી.  આથી પીએસઆઈ એસ.બી.  સોલંકી અને હેડકોન્સ્ટેબલ  ધર્મેન્દ્રસિંહ ઝાલા દ્વારા  આરોપીઓને ઝડપી પાડી વધુ  પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

(12:36 pm IST)