Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

મોરબીના વાવડી રોડ ઉપર કારે એકટીવાને ઉલાળતા ૨ સગાભાઇઓને ગંભીર ઇજા

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૨૦ : મોરબી વાવડી રોડ પર કાર અને એક્‍ટિવા વચ્‍ચે અકસ્‍માત થતા એક્‍ટિવા પર સવારᅠ૨ᅠસગાભાઇઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. આ મુદ્દે ઈજાગ્રસ્‍ત યુવકોના પિતાએ મોરબી સીટી એ ડિવીઝન પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે.

ફરિયાદી ભીમજીભાઈ રતીલાલ પરમારે જણાવ્‍યું હતું કે, ᅠવાવડી રોડ નાયરા પેટ્રોલ પંપ પાસે આરોપીએ પોતાના હવાલા વાળી હુંડાઈ આઈ-૧૦ᅠકાર જેનો રજી.નં.ᅠGJ-03-J.C-8220ᅠવાળી પુર ઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી બેદરકારીથી ᅠભીમજીભાઈના દીકરાના એક્‍ટીવા રજી.નં-GJ-36-K-5650ᅠને સામેથી ટક્કર મારી એકસીડન્‍ટ કરી પછાડી દઇ ᅠભીમજીભાઈના દીકરા પ્રતિકને બંન્ને પગની સાથળના ભાગે ફેક્‍ચર કરી તથા પાછળ બેસેલ ᅠભીમજીભાઈના બીજા દીકરા ભાવીકને જમણા પગે સાથળમાં તથા તેજ પગે ઉપરના થાપાના સાંધામાં તથા જમણા હાથના કાંડા ઉપર તેમજ આંગળામાં ફેક્‍ચર કરી તથા પ્રતિક તથા ભાવીકને ઇજાઓ કરી તેમજ શરીરે મુંઢ ઈજા કરી અકસ્‍માત સજર્યો હતો.

આ અંગે મોરબી સીટી એ ડિવીઝન પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(12:56 pm IST)