Gujarati News

Gujarati News

News of Monday, 20th June 2022

પોરબંદરઃ વાડીના મકાનમાં જુગાર રમતા ૧૦ શખ્‍સો ૮૯૮૦૦ ની રોકડ સાથે ઝડપાયા

પોરબંદર તા. ર૦ : બગવદરની બેરણ ગામની સીમમાં વાડીના મકાનમાં જુગાર રમતા ૧૦ શખ્‍સોને ૮૯૮૭૦ ની રોકડ સાથે પોલીસે પકડીને ગુન્‍હો નોંધ્‍યો છે.

જુનાગઢ રેન્‍જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનિન્‍દર, પ્રતાપસિંગ પવાર તથા પોરબંદર પોલીસ અધિક્ષક રવી મોહન સૈનીનાઓએ પોરબંદર જિલ્લામાં દારૂ જુગારની બદી સદંતર નાબુદ કરવા અંગે અસરકારક કામગીરી દરમ્‍યાન પ્રોહી/જુગારના કેસો શોધી કાઢવા અંગેની ડ્રાઇવ રાખેલ હોય નાયબ પોલીસ અધિક્ષક પી.એમ.પ્રજાપતિ પોરબંદર ગ્રામ્‍યના માર્ગદર્શન હેઠળ ઇ/ચા પોલીસ સબ ઇન્‍સપેકટર એચ.સી.ગોહીલ બગવદર પોલીસ સ્‍ટેશનનાઓએ અલગ અલગ ટીમો બનાવી પો.સ્‍ટે. વિસ્‍તારમાં દારૂ-જુગારના કેસો કરવા ટીમોને કાર્યરત કરેલ અને લોકરક્ષક દુલાભાઇ ઓડેદરા તથા જયમલભાઇ મોઢવાડીયાને બાતમી મળેલ કે નવઘણ લાખાભાઇ ખૂંટી રહે. બેરણ ગામ ભારવાડાની ટીમધાર સીમમાં પોતના વાડીના મકાનમાં બહારથી માણસો બોલાવી નાલ ઉઘરાવી ગંજીપત્તાના પાના-પૈસા વડે હારજીતનો જુગાર રમી રમાડી ચલાવે છે જે આધારે બેરણ ગામની સીમમાં જુગાર રેઇડ કરતા  જુગાર રમતા(૧) નવઘણ લાખાભાઇ ખુંટી (ઉ.૪૪) રહે. બેરણ ગામ ટીમની ધાર સીમ વાડી વિસ્‍તાર (ર) રાજુ ભીખુભાઇ મોઢવાડીયા (ઉ.૩ર) રહેશ ીશલી (૩) ભરત ભીખુભાઇ ઓડેદરા (ઉર૬) રહે. ભારવાડા ગામ (૪) અરજન કેશુભાઇ ભુતીયા (ઉ.ર૩) રહે બેરણ (પ) રાણા હાજાભાઇ કુછડીયા (ઉ.૪૪) રહે. બેરણ (૬) રાહુલ દેવસીભાઇ ઓડેદરા (ઉ.ર૧) રહે. શીશલી ગામ (૭) વિજય કરશનભાઇ મોઢવાડીયા (ઉ.રપ) રહે.શીશલી (૮) લીલાભાઇ સાંગણભાઇ ખુંટી (ઉ.૪પ) રહે બેરણ ગામ કોટડીયા સીમ (૯) દુદા લાલજીભાઇ મકવાણા (ઉ.૩પ) રહે બેરણ બાબુભાઇ કરશનભાઇ ગોઢાણીયા (ઉ.પર) રહે. વાછોડા ગામ વાળાને ગંજીપત્તાના પાના તથા રોકડ રકમ રૂા. ૮૯૮૭૦ તથા મોટર સાયકલ નંગ પ કિ. રૂા. ૧,રપ,૦૦૦ ના મળી કુલ રૂ.ર,૧૪.૮૭૦ ના મુદામાલ સાથે પકડી પાડેલ છે.

 આ કામગીરી એચ.સી.ગોહીલ ઇ/ચા પોલીસ સબ ઇન્‍સ્‍પેકટર તથા એ.એસ.આઇ. એ.એ.આરબ તથા પોલીસ હેડ કોન્‍સ્‍ટેબલ બી.ડી.ગરચર તથા પોલીસ કોન્‍સ મનોજભાઇ સોલંકી તથા નરેન્‍દ્રભાઇ નંદાણીયા તથા લોકરક્ષક દુલાભાઇ ઓડેદરા તથા મસરીભાઇ ચેતરીયા તથા જયમલભાઇ મોઢવાડીયા બગવદર પોલીસ સટેશનએ કરી હતી.

(1:00 pm IST)